ઓમાનના દરિયામાં તેલ ટેન્કરો પર હુમલો, અમેરિકાએ ઈરાન પર લગાવ્યો આરોપ

ઓમાનના દરિયામાં ગુરુવારે બે ઓઈલ ટેન્કરો પર હુમલો કરવામાં આવ્યો હતો. બંને ટેન્કરોમાં આગની તેજ જ્વાળાઓ ભભૂકી ઉઠી હતી. અને તેમાં સવાર લોકોને બચાવી લેવાયા હતા. ટેન્કરો પર આ હુમલો પારસની ખાડીની નજીક ઓમાન સાગરમાં થયો હતો. જ્યાંથી દુનિયાભરમાં કાચા તેલની લગભગ 40 ટકા સપ્લાય થાય છે. ઘટનામાં ટેન્કર પર સવાર તમામ લોકોને બચાવી લેવાયા છે. આ હુમલા બાદ તેલની કિંમતોમાં વધારો થઈ ગયો છે. અમેરિકી ક્રૂડમાં પણ 4.6 ટકાનો વધારો થયો છે.
Iran rejects blame for suspected oil tanker attacks in Gulf of Oman https://t.co/8qyGbuGdJ7
— Niti (@Nitijav) June 14, 2019
થોડા અઠવાડિયા પહેલાં પણ આ પ્રકરાનો હુમલો થયો હતોય આ હુમલા બાદ તેહરાન અને વોશિંગ્ટન વચ્ચે તણાવ વધી ગયો હતો. અમેરિકાએ આ મામલે ઈરાનને જવાબદાર ગણાવ્યું છે. આ પહેલાં મેમાં થયેલાં હુમલાને લઈને પણ અમેરિકાએ ઈરાન પર આરોપ લગાવ્યો હતો. રિપોર્ટ્સ પ્રમાણે ગુરુવારે જે ઓઈલ ટેન્કરો પર હુમલો થયો, તેમાંથી એક નોર્વે અને એક સિંગાપુરનું ટેન્કર હતું.
અમેરિકી વિદેશ મંત્રીએ આ મામલે કહ્યું કે, ઈન્ટેલિજન્સના રિપોર્ટ મુજબ આ હુમલામાં ઈરાનનો હાથ છે. હોરમુજ જલડમરુમધ્યના પ્રવેશ દ્વારની પાસે થયેલ આ હુમલા બાદ કાચા તેલની કિંમતોમાં 4 ટકા સુધીનો વધારો થયો છે. સાઉદી અરબથી કાચું તેલ લઈ જતાં ઓઈલ ટેન્કરો માટે આ એક મહત્વપુર્ણ રૂટ છે.
તમને જણાવી દઈએ કે, અમેરિકા તરફથી સૈન્ય કાર્યવાહીની ધમકી આપ્યા બાદ બંને દેશોમાં તણાવ વધી ગયો છે. પોમ્પિયોએ કહ્યું કે, આ બંને ઓઈલ ટેન્કરો પર હુમલો ઈરાનની તરફથી હિંસક કાર્યવાહીનું તાજું ઉદાહરણ છે. પોમ્પિયોએ કહ્યું કે, વગર કોઈ ઉશ્કેરણી બાદ થયેલ આ હુમલાએ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાનો ખતરો રજૂ કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન