અલ્પેશને કહેવાનું કે હજી પડશે, ગબ્બરના હાથ કાપતાંય અમને આવડી ગયુ છે... - Sandesh
  • Home
  • Featured
  • અલ્પેશને કહેવાનું કે હજી પડશે, ગબ્બરના હાથ કાપતાંય અમને આવડી ગયુ છે…

અલ્પેશને કહેવાનું કે હજી પડશે, ગબ્બરના હાથ કાપતાંય અમને આવડી ગયુ છે…

 | 9:53 am IST

કેમેરાના ભાડાની માથાકૂટમાં થયેલા હુમલાને રાજકીય રંગ આપવાનો પ્રયાસ કરાયો હોવાનો આરોપ મૂકી પાસ કન્વિનર અલ્પેશ કથિરિયાને અભિજીરા દ્વારા ધમકી આપવામાં આવી છે. હુમલાના કેસમાં વોન્ટેડ એવા અભિજીરાએ ફરી હુમલો કરવાની ધમકી આપતો પોણા ચાર મિનિટનો વિડિયો વાયરલ કરતાં આ મામલે વધું એક ફરિયાદ નોંધાવવામાં આવી છે.

કાપોદ્રા પોલીસ મથકના સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર અમરેલી જીલ્લાના વતની અને વરાછાની તાપીદર્શન સોસાયટીમાં રહેતો અલ્પેશ ઘનશ્યામભાઇ કથિરિયા પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલો છે. સુરતમાં પાસના કન્વિનર તરીકે કામ કરતાં અલ્પેશ ઉપર ગત ૧૧મી તારીખે રાતે હુમલો કરાયો હતો. આ હુમલો અલ્પેશના ભાઇ સાથે કેમેરાના ભાડાની તકરારમાં અભિજીરા તથા પ્રતિક કચ્છી અને બીજા બે યુવકોએ કર્યો હતો. આ હુમલા બાદ વરાછા કાપોદ્રા વિસ્તારમાં તણાવભર્યુ વાતાવરણ ઉભું થઇ ગયું હતું. હુમલાની આ ઘટનાને અનામત આંદોલન સાથે જોડી રાજકીય રંગ આપી દેવાતાં મામલો સંગીન બન્યો હતો.

આ વિવાદ દરમિયાન અભિજીરાએ એક વિડિયો સોસિયલ મિડિયામાં ફરતો કર્યો હતો. પોણા ચાર મિનિટના આ વિડિયોમાં તેણે અલ્પેશને ધમકી આપી છે. પૈસાની લેતીદેતીની વાતે હોબાળો કરી નાંખ્યો, અમને પણ બધુ આવડે છે, અલ્પેશને હજી પડશે એવી ધમકી અપાઇ હતી. પાટીદારો અલ્પેશને ગબ્બર કહેતાં હોય અભિજીરાએ વિડિયોમાં કહ્યું છે કે ગબ્બરનેય પડે. ગબ્બરના હાથ કાપતાંય અમને આવડે છે. અલ્પેશ ગમે તેવો મોટો ફૂગ્ગો બની ગયો હોય એ ફૂટે નહીં તો અભિજીરાના સમ, તમારુ ખાહડુ અને મારુ મોઢું. અભિજીર એકલો છે, પાંચસો
માણસોનું ટોળું લઇને આવજો અને થાય તે કરી લેજો. આ વિડિયો અંગે અલ્પેશે વધું એક ફરિયાદ આપી છે.