attacked the police station in bulandshahr police inspector dies in firing
  • Home
  • India
  • UP: ગૌહત્યાની શંકાને લઇને બુલંદશહેરમાં બબાલ, ટોળાએ પોલીસ ઇન્સ્પેક્ટરની કરી હત્યા

UP: ગૌહત્યાની શંકાને લઇને બુલંદશહેરમાં બબાલ, ટોળાએ પોલીસ ઇન્સ્પેક્ટરની કરી હત્યા

 | 4:08 pm IST

યુપીના બુલંદશહેરમાં સોમવારે કથિત ગૌહત્યાના શકમાં ભારે બબાલ મચી છે. પ્રદર્શનકારીઓએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો અને ભારે તોડફોડ કરી છે. એટલું જ નહીં, તેઓએ એક પોલીસ વેનને આગ લગાવી દીધી છે.

સમગ્ર વિસ્તાર યુદ્ધભૂમિમાં ફેરવાઇ ગયો છે. બબાલ દરમિયાન પોલીસ પર ફાયરિંગ કરવામાં આવી છે. જેમાં સ્યાનાના પોલીસ ઇન્સ્પેક્ટર સુબોધ કુમાર સિંહ મૃત્યુ પામ્યા છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્યાનાના એક ગામના ખેતરમાં ગૌવંશ મળવાના વિરોધમાં લોકોએ ચક્કાજામ કર્યો હતો. જેના કારણે પોલીસ અને ભીડ વચ્ચે સંઘર્ષ થયો હતો.

પોલીસે ગોહત્યાની શંકામાં પ્રદર્શન કરનારા હજારો લોકોના ટોળાને વિખેરવા ગોળાબાર કર્યો હતો. તેમાં એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. તે પછી લોકો ગુસ્સે ભરાયા હતા અને તેમણે પોલીસ ચોકી પર હુમલો કર્યો હતો.

ટોળાએ પોલીસ ચોકીની ભારે તોડફોડ કરી હતી. પ્રદર્શનકારીઓએ એક પોલીસ વેન અને કેટલાક વાહનોની આગચંપી કરી હતી. આ દરમિયાન ટોળા વતી પથ્થરબાજી કરવામાં આવી હતી.

તેમજ ટોળામાંથી કોઈકે ગોળાબાર પણ કર્યો હતો. જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર સુબોધ કુમાર સિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને પછી સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા.