ટ્રમ્પ ઈફેક્ટ ?: અમેરિકામાં સિખ મહિલા પર પણ હુમલો

અમેરિકામાં મૂળ ભારતીય સિખ મહિલા પર હુમલાનો વધુ એક બનાવ બન્યો છે. 37 વર્ષના હુમલાખોરની ધરપકડ કરાઈ છે અને તેની પર બળાત્કારનો પ્રયાસ તથા હુમલાનો આરોપ મુકાયો છે.
હુમલાખોર ટિમોથી વોલ્ટર શ્મિટ નશામાં હતો અને રાતે ગ્રેશમના ઓરેગન શહેરના ગુરુદ્વારાની આસપાસ ફરતો હતો. તેણે ગુરુદ્વારાના સંડાસના ઉપયોગની પરવાનગી માગી હતી. ત્યારપછી તેને ગુરુદ્વારામાં જવા દેવાયો હતો. મીડિયા અહેવાલ પ્રમાણે શ્મિટ સંડાસમાંથી બહાર આવ્યો ત્યારે તેણે ગુરુદ્વારામાં ફરજ બજાવતી 26 વર્ષની મહિલાને જોઈ હતી. તેણે આ મહિલા પર હુમલો કર્યો હતો.
ઘટનાની તપાસ કરતાં ડિટેક્ટિવ એડમ બેકરે જણાવ્યું હતું કે ગુરુદ્વારામાંથી અવાજ આવતાં એક વ્યક્તિ અંદર દોડી ગઈ હતી અને શ્મિટને મહિલાથી જૂદો પાડ્યો હતો. તેણે પોલીસ આવે ત્યાં સુધી શ્મિટને પકડી રાખ્યો હતો. હાલમાં આરોપીને મલ્ટનોમા કાઉન્ટી જેલમાં રખાયો છે.
શ્મિટ પર હુમલો, બળજબરી, બળાત્કારનો પ્રયાસ અને હથિયારનો ગેરકાયદેસરના ઉપયોગનો આરોપ મુકાયો છે. બીજીબાજુ સિખોના અધિકાર માટે સક્રિય સંગઠન ધ સિખ કોએલિશને આરોપીની ધરપકડ કરવા બદલ ગ્રેશમના પોલીસ અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન