Attacks on temples to drive Hindus out of Bangladesh?
  • Home
  • Columnist
  • એકસ્ટ્રા કોમેન્ટ: બાંગ્લાદેશમાંથી હિંદુઓને હાંકી કાઢવા મંદિરો પર હુમલા?

એકસ્ટ્રા કોમેન્ટ: બાંગ્લાદેશમાંથી હિંદુઓને હાંકી કાઢવા મંદિરો પર હુમલા?

 | 8:00 am IST
  • Share

  • બાંગ્લાદેશની પોલિટિકલ પાર્ટી ઔજમાત-એ-ઇસ્લામ ખુલ્લેઆમ પાકિસ્તાનને અનુસરે છે. 
  • ચાંદમોની કાલી મંદિર પર ચાર કલાકમાં ત્રણ વખત હુમલાઓ થયા.
  •  આખા બાંગ્લાદેશમાં દુર્ગા માતાના 32118 પંડાલ લગાવવામાં આવ્યા હતા

બાંગ્લાદેશના કોમિલ્લામાં દુર્ગા પંડાલો અને હિંદુ મંદિરો પર થયેલા હુમલાઓમાં ચાર લોકોનાં મોત થયાં. બાંગ્લાદેશમાં મંદિરો પર હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. કટ્ટરવાદીઓનો ઔઇરાદો એવો છે કે, હિંદુઓને એટલા ડરાવો કે એ બાંગ્લાદેશ છોડીને ચાલ્યા જાય

બાંગ્લાદેશમાં એવાં આતંકવાદી સંગઠનો છે જે પાકિસ્તાનના ઇશારે કામ કરી રહ્યાં છે. પાકિસ્તાનમાં હિંદુઓ સાથે જે થઇ રહ્યું છે એવું જ બાંગ્લાદેશમાં કરવાના નાપાક ઇરાદાઓ કટ્ટરવાદીઓના છે. આવા હુમલાની ભારત બાંગ્લાદેશ સંબંધો પર કેવી અસર પડશે?

બાંગ્લાદેશમાં હિંદુ મંદિરો અને હિંદુ લોકો પર હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. બાંગ્લાદેશનાં કટ્ટરવાદી સંગઠનો આવી ઘટનાઓને અંજામ આપી રહ્યાં છે. આતંકવાદીઓના મનસૂબા એવા છે કે, હિંદુઓને એટલા ડરાવો કે એ બાંગ્લાદેશ છોડીને ભાગી જાય. બાંગ્લાદેશમાં એવાં આતંકવાદી સંગઠનો એક્ટિવ છે જે પાકિસ્તાનના ઇશારે કામ કરી રહ્યાં છે.

પાકિસ્તાન તેને હથિયારો અને તાલીમ આપે છે. બાંગ્લાદેશની પોલિટિકલ પાર્ટી ઔજમાત-એ-ઇસ્લામ ખુલ્લેઆમ પાકિસ્તાનને અનુસરે છે. બાંગ્લાદેશમાં આજની તારીખે એવા લોકો છે જેનાથી બાંગ્લાદેશને પાકિસ્તાનથી છૂટું પાડી દેવાયું એ સહન થયું નથી. બાંગ્લાદેશના સર્જન પાછળ એ કટ્ટરવાદીઓ ભારતને જવાબદાર ગણે છે અને એ વાત સાચી પણ છે.

બાંગ્લાદેશ ભારતના કારણે જ અસ્તિત્વમાં આવ્યું છે. ભારત અને બાંગ્લાદેશના સંબંધો સારા છે. પાકિસ્તાન અને ચીન એવું ઇચ્છી રહ્યાં છે કે, ભારત અને બાંગ્લાદેશના સંબધો બગડે. બાંગ્લાદેશમાં જે થઇ રહ્યું છે એ ભારત માટે અનેક રીતે ચિંતાનો વિષય છે.

નવરાત્રી દરમિયાન બાંગ્લાદેશના કોમિલ્લા જિલ્લામાં દુર્ગા પૂજાના અવસરે જ દુર્ગા પંડાલો અને હિંદુ મંદિરો પર હુમલાઓ થયા. ચાર લોકોનાં મોત થયાં અને અસંખ્ય લોકોને ઇજા થઇ. આ હુમલા માટે મુસ્લિમ લોકોને રીતસરના ઉશ્કેરવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર કોઇએ એવી પોસ્ટ ફ્રતી મૂકી કે, કુરાનનું અપમાન કરવામાં આવ્યું છે. ટોળાં મંદિરો પર ધસી આવ્યાં અને તોડફેડ મચાવી.

ચાંદમોની કાલી મંદિર પર ચાર કલાકમાં ત્રણ વખત હુમલાઓ થયા. પોલીસને જાણ કરવામાં આવી હોવા છતાં મંદિરો પરના હુમલાને રોકવા કોઈ આવ્યું નહોતું. કોમિલ્લાની ઘટનાના પગલે હાજીગંજ, હતિયા સહિત અનેક જિલ્લાઓમાં તોફનો વકર્યાં હતાં.

બાંગ્લાદેશની રાજધાની ઢાકા છે. ઢાકાનું નામ બાંગ્લાદેશના સૌથી મોટા હિંદુ મંદિર ઢાકેશ્વરી પરથી જ પડયું છે. ઢાકેશ્વરીને ગોડેસ ઓફ્ ઢાકા તરીકે જ ઓળખવામાં આવે છે. દુર્ગા પૂજા વખતે બાંગ્લાદેશના વડાપ્રધાન પણ પૂજામાં જોડાય છે. આ વખતે વડાપ્રધાન શેખ હસીના દુર્ગા પૂજામાં વર્ચ્યુઅલી હાજર રહ્યાં હતાં. આ મંદિરને મોટું અને વધુ સુવિધાવાળું બનાવવા માટે વડાપ્રધાન શેખ હસીનાએ ત્રણ વર્ષ પહેલાં 2018માં દોઢ વીઘા જમીન પણ આપી હતી.

શેખ હસીનાએ એવી ખાતરી આપી છે કે, મંદિરો પર હુમલામાં કોઈને છોડવામાં નહીં આવે. જોકે મંદિરો પર થયેલા હુમલાઓ વિશે શેખ હસીનાએ એક એવી પણ ટિપ્પણી કરી છે જેના કારણે નારાજગી ફ્ેલાઇ છે. શેખ હસીનાએ કહ્યું કે, ભારતમાં પણ એવું ન થવું જોઈએ જેની અસર અમારા દેશના લોકો પર પડે અને હિંદુઓએ મુશ્કેલીઓનો સામનો કરવો પડે.

બાંગ્લાદેશની વસતી 16.9 કરોડ જેટલી છે. વસતીના નેવું ટકા લોકો મુસ્લિમ છે. દસ ટકા જેટલા હિંદુઓ છે. એક સમયે બાંગ્લાદેશમાં હિંદુઓ અને મુસ્લિમો બહુ પ્રેમથી રહેતા હતા. દુર્ગા પૂજામાં મુસ્લિમો પણ ઉત્સાહભેર ભાગ લેતા હતા. નવરાત્રીમાં તો ઢાકાની શક્તિપીઠ ઢાકેશ્વરી મંદિરે વીઆઇપીઓ અને વીવીઆઇપીઓનો જમાવડો રહેતો હતો.

આ વર્ષની વાત કરીએ તો આખા બાંગ્લાદેશમાં દુર્ગા માતાના 32118 પંડાલ લગાવવામાં આવ્યા હતા. એકલા ઢાકા શહેરમાં જ 238 પંડાલ લગાવાયા હતા. કટ્ટરવાદીઓથી એ જ સહન થતું નથી. અમુક ચોક્કસ વિસ્તારોમાંથી હિંદુઓ પલાયન કરી જાય એ માટે તેમના પર રીતસરનો અત્યાચાર ગુજારવામાં આવે છે.

ભારત રિલેટેડ કંઈ પણ હોય તો એક ચોક્કસ વર્ગ વિરોધ અને દેખાવો કરવા મેદાનમાં આવી જાય છે. આ વર્ષે તારીખ 26 અને 27 માર્ચના રોજ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાંગ્લાદેશની મુલાકાતે ગયા હતા. કોરોનાના કારણે આપણા વડાપ્રધાન 16 મહિનાથી વિદેશપ્રવાસે ગયા નહોતા. કોરોનાકાળ પછી તેમણે સૌથી પહેલાં બાંગ્લાદેશ જવાનું પસંદ કર્યું હતું. બાંગ્લાદેશની આઝાદીનાં પચાસ વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ હાજરી આપી હતી. મોદીની બાંગ્લાદેશ મુલાકાત વખતે પણ દેખાવો અને તોફનો થયાં હતાં.

બાંગ્લાદેશ કટ્ટરવાદીઓને બાદ કરતા બાકીના લોકો આજે પણ પાકિસ્તાનને પસંદ કરતા નથી. ભાગલા વખતે પાકિસ્તાની સેનાએ લાખો બાંગ્લાદેશીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. બાંગ્લાદેશ સતત એવી માંગણી કરતું આવ્યું છે કે, પાકિસ્તાને જે કર્યું છે એના માટે માફ્ી માંગે. પાકિસ્તાને માફ્ી માંગી નથી. બાંગ્લાદેશમાં હિંદુઓ પર વધી રહેલા અત્યાચારોના કારણે ત્યાંના હિંદુઓ પલાયન કરીને ભારતમાં ઘૂસી રહ્યા છે. બાંગ્લાદેશમાં એવી ગેંગો કામ કરે છે જે પાંચ પાંચ હજારમાં બોર્ડર પાર કરાવી દે છે. આપણી સરકારે હજુ હમણાં જ પશ્વિમ બંગાળમાં બોર્ડર સિક્યોરિટી ફેર્સનું અધિકાર ક્ષેત્ર પંદર કિલોમીટરથી વધારીને પચાસ કિલોમીટર કર્યું છે.

આવું કરવા પાછળનો એક ઇરાદો બાંગ્લાદેશમાંથી થતી ઘૂસણખોરીને રોકવાનો છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 4156 કિલોમીટરની બોર્ડર છે. તેમાંથી અડધાથી વધુ એટલે કે 2217 કિલોમીટરની બોર્ડર પશ્વિમ બંગાળ સાથે જોડાયેલી છે. બાંગ્લાદેશ અને પશ્વિમ બંગાળમાં એક જ બાંગ્લા ભાષા બોલાય છે એટલે બાંગ્લાદેશીઓની પહેલી પસંદ બંગાળમાં ઘૂસવાની હોય છે.

પશ્વિમ બંગાળ ઉપરાંત આપણા દેશનાં બીજાં ચાર રાજ્યો આસામ, મિઝોરમ, મેઘાલય અને ત્રિપુરા સાથે પણ બાંગ્લાદેશની બોર્ડર જોડાયેલી છે. આ રાજ્યોમાં બાંગ્લાદેશીઓને ઘૂસણખોરીના કારણે અનેક સંઘર્ષો થયા છે. બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાઓ વધશે તો વધુ સંખ્યામાં હિંદુઓ ભારત આવી જાય એવી શક્યતાઓ છે.

બાંગ્લાદેશના વિકાસમાં ઇન્ડિયનોનો બહુ મોટો ફળો છે. બાંગ્લાદેશનાં વડાપ્રધાન શેખ હસીનાને ભારત પ્રત્યે લાગણી છે, આમ છતાં થોડો સમય અગાઉ તેમનો થોડોક ઝુકાવ ચીન તરફ્ જોવા મળ્યો હતો. બાંગ્લાદેશે ચીનની મહત્ત્વાકાંક્ષી આંતરરાષ્ટ્રીય યોજના વન બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટિવ પર હસ્તાક્ષર કર્યા છે. સિલહટ એરપોર્ટના કામસહિત બાંગ્લાદેશમાં ચીનના અનેક પ્રોજેક્ટસ ચાલી રહ્યાં છે.

ચીન અને પાકિસ્તાન જ એવું ઇચ્છી રહ્યાં છે કે, બાંગ્લાદેશના હિંદુઓ પર હુમલાઓ થાય અને વાત એટલી વણસે કે ભારત સાથેના બાંગ્લાદેશના સંબંધો બગડે. પાકિસ્તાનમાં જે પદ્ધતિથી હિંદુ લોકો અને હિંદુ મંદિરો પર હુમલા થાય છે એ જ મોડેસ ઓપરેન્ડીથી એવાં જ કૃત્યો બાંગ્લાદેશમાં થઇ રહ્યાં છે, એની સામે બાંગ્લાદેશ અને ભારત બંનેએ સાવચેત રહેવું પડશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો