attempted to beheading of mahatma Gandhi statue in Melbourne australia
  • Home
  • Featured
  • ‘ગાંધીના મૂલ્યોની હત્યા’- ઑસ્ટ્રેલિયામાં ગાંધીજીની પ્રતિમાનું ગળુ કાપવાની કોશિશ

‘ગાંધીના મૂલ્યોની હત્યા’- ઑસ્ટ્રેલિયામાં ગાંધીજીની પ્રતિમાનું ગળુ કાપવાની કોશિશ

 | 12:55 pm IST
  • Share

  • ઑસ્ટ્રેલિયાના PM મોરિસને ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું
  • ઑસ્ટ્રેલિયન પ્રધાનમંત્રીએ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું
  • ઑસ્ટ્રેલિયામાં વસતા ભારતીયોમાં ઉગ્ર આક્રોશ

ઑસ્ટ્રેલિયાના મેલબોર્નમાં અસામાજિક તત્વો દ્વારા વિશ્વને શાંતિ અને સદ્દભાવનો સંદેશો આપનારા મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડવાનો પ્રયત્ન કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના અંગે ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કૉટ મોરિસને દુ:ખ વ્યક્ત કર્યું છે.

જણાવી દઈએ કે, ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કૉટ મૉરિસને શુક્રવારે જ ભારતની આઝાદીના 75 વર્ષના અમૃત મહોત્સવ અંતર્ગત મેલબોર્નના રોવિલે ખાતે આવેલ ઈન્ડિયન કૉમ્યુનિટી સેન્ટરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

આ ઘટના અંગે પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન ઉપરાંત સ્થાનિક નેતાઓએ પણ દુ:ખ વ્યક્ત કર્યું છે. PM સ્કોટ મોરિસને કહ્યું કે, આ પ્રકારે સ્મારકોને નુક્સાન પહોંચાડવું અસહ્ય છે. આ ઘટના શર્મજનક અને દુ:ખ દાયક છે. આ માટે જે પણ જવાબદાર છે, તેણે ઑસ્ટ્રેલિયામાં વસતા ભારતીય સમાજનું અપમાન કર્યું છે અને તેને શરમ આવવી જોઈએ.

બીજી તરફ ઑસ્ટ્રેલિયામાં વસતા ભારતીયોએ પણ આ સમગ્ર ઘટનાને વખોડી નાંખી છે. ઑસ્ટ્રેલિયામાં વસતા ભારતીય સમાજમાં આ ઘટનાને પગલે ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. આખરે ભારતના રાષ્ટ્રપિતા કે જેમણે સમગ્ર વિશ્વમાં શાંતિનો સંદેશો આપ્યો તેની પ્રતિમા તોડવાનો પ્રયત્ન કરવામાં આવે, તે દુ:ખદ છે. ભારતીય સમાજ દ્વારા ગાંધીજીની પ્રતિમાને નુક્સાન પહોંચાડનારા અસામાજિક તત્વો વિરુદ્ધ આકરા પગલા ભરવાની માંગ કરવામાં આવી છે.

હાલ મેલબોર્ન પોલીસે આ કેસમાં કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ કે સીસીટીવી ફૂટેજની માહિતી મળે તો સંપર્ક કરવા માટે નંબર જાહેર કર્યો છે. જે બાદ ગાંધીજીની પ્રતિમાને નુક્સાન પહોંચાડનારા તત્વો સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો