Attempted to self extinction In Vadodara Court
  • Home
  • Featured
  • વડોદરાની કોર્ટમાં આધેડનો જ્વલનશીલ પદાર્થ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ

વડોદરાની કોર્ટમાં આધેડનો જ્વલનશીલ પદાર્થ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ

 | 8:35 pm IST
  • Share

  • વડોદરાની કોર્ટમાં આધેડનો આત્મવિલોપનનો પ્રયાસ
  • આધેડ ઉપર વડોદરાની કોર્ટમાં બે કેસો ચાલી રહ્યાં છે
  • જજ બોલવા નથી દેતા, વકીલો મારું સાંભળતા નથી: પીડિત

 

વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા 56 વર્ષના ઈન્દ્રવદન દવે નામના વ્યક્તિએ કોર્ટના પહેલા માળે શરીર પર જ્વલનશીલ પદાર્થ છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આત્મવિલોપનનો પ્રયાસ કરનાર આધેડ વિરુદ્ધ બેંક લોન કેસમાં 138ની કલમ મુજબ ફરિયાદ દાખલ થયેલી છે. આ સિવાય ઈન્દ્રવદન દ્વારા પોતાના ભત્રીજાની દુકાને જઈ તેના પર મરચાની ભૂકી નાખી હુમલો કરવા મામલે 307ની કલમ મુજબ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.

આ બાબતે ઇન્દ્રવદન હાઈકોર્ટમાં પણ જઇ આવ્યા છે. કોર્ટ કેસ અને ન્યાય માટેની દોડધામ વચ્ચે આજે બપોરે અચાનક ઇન્દ્રવદન દવેએ વડોદરાની કોર્ટના પ્રથમ માળે આવેલ બાથરૂમમાં જઈ શરીર પર જ્વલનશીલ પ્રવાહી નાખી આત્મવિલોપન નો પ્રયાસ કર્યો હતો.

ઈન્દ્રવદન સળગેલી હાલતમાં દોડતા કોર્ટના કર્મચારીઓ અને વકીલોએ તેને બચાવીને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડયા છે. જ્યાં તેમની હાલત સુધારા પર છે.

આત્મવિલોપનનો પ્રયાસ કરનાર ઈન્દ્રવદનનું કહેવું છે કે, મારા પર 307 અને 138 હેઠળ કોર્ટમાં કેસ ચાલે છે. જજ મને બોલવા નથી દેતા અને વકીલો મારું સાંભળતા નથી. જેના કારણે મારે આ પગલું ભરવું પડ્યું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો