ગાંધીજીનાં 1926ના પત્રની અમેરિકામાં થશે હરાજી - Sandesh
  • Home
  • World
  • ગાંધીજીનાં 1926ના પત્રની અમેરિકામાં થશે હરાજી

ગાંધીજીનાં 1926ના પત્રની અમેરિકામાં થશે હરાજી

 | 6:38 pm IST

મહાત્તમા ગાંધીજીના ઈસુ ખ્રિસ્ત વિશે ચર્ચા કરતાં પત્રની અમેરિકામાં હરાજી થનાર છે. પત્રનો ભાવ રૂ. 32,58,750 ( 50 હજાર ડોલર) રખાયો છે. ગાંધીજીના આ પત્ર પર છ એપ્રિલ 1926ની તારીખ લખાઈ છે.
અમદાવાદના સાબરમતી આશ્રમમાંથી ગાંધીજીએ આ પત્ર લખ્યો હતો. પત્ર હળવા રંગની સાહીથી લખાયો હતો અને તેની પર ઘેરા રંગની સાહીથી હસ્તાક્ષર કરાયા હતાં.

અમેરિકાના મિલ્ટન ન્યૂબેરી ફ્રેન્ટઝના ખ્રિસ્તી ધર્મગુરુને લખાયેલા પત્રમાં ગાંધીજીએ જણાવ્યું હતું કે ઈશુ ખ્રિસ્ત માનવતાના સૌથી મહાન ગુરુઓ પૈકી એક હતા. રાબ કલેકશનના વડા રાબે આ પત્રને શાંતિ માટેના ધર્મોના વિશ્વ માટે ગાંધીજીનો દ્રષ્ટિકોણ ગણાવ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે ઈશુ ખ્રિસ્તમાં ગાંધીની આસ્થા માનવતાના એક ગુરુ તરીકેની હતી. અગાઉ 2013માં મહાત્મા ગાંધીના રેટિંયાની 10 હજાર પાઉન્ડ એટલે કે રૂ. 98,7000માં હરાજી થઈ હતી. જ્યારે ગાંધીજીના વસિયતનામાની હરાજી 18 લાખમાં થઈ હતી.