Auction Of Gift Of PM Modi, You Can Purchase It In Just 200 rs
  • Home
  • Featured
  • PM મોદીને મળેલી ગિફ્ટ્સ થઇ શકે છે તમારી, ફક્ત 200 રૂપિયામાં જ મેળવો કિંમતી ભેટો

PM મોદીને મળેલી ગિફ્ટ્સ થઇ શકે છે તમારી, ફક્ત 200 રૂપિયામાં જ મેળવો કિંમતી ભેટો

 | 4:21 pm IST

છેલ્લા 6 મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળેલી ગિફ્ટ તમારી થઇ શકે છે, કારણ કે આ ગિફ્ટ બહુ જ જલદી કોઇ પણ ખરીદી શકશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને છેલ્લા 6 મહિનામાં મળેલી ગિફ્ટ્સનું ઈ-ઑક્શન થશે. પીએમ મોદીને હજારોની સંખ્યામાં મળેલી આ ગિફ્ટ્સની ન્યૂનતમ કિંમત 200 અને મહત્તમ કિંમત 2,50,000 રૂપિયા રાખવામાં આવી છે.

આ કુલ આઇટમોની સંખ્યા 2772 છે, જેનું ઈ-ઑક્શન 14 સપ્ટેમ્બરનાં રોજ શરૂ થશે, જે 3 ઑક્ટોબર સુધી ચાલશે. આજે તેનું ઔપચારિક ઉદ્ઘાટન કેન્દ્રિય પર્યટન મંત્રી પ્રહલાદ પટેલે કર્યું છે.

ઈ-ઑક્શનમાં જે પણ ગિફ્ટની આઇટમની કિંમત વધારે બોલશે તે પોતાના ઘરે લઇ જઇ શકશે. આ બીજીવાર છે જ્યારે પ્રધાનમંત્રી મોદીને મળેલી ગિફ્ટ્સને ડિસ્પ્લે કરવામાં આવી રહી છે અને તેનું ઑક્શન થઇ રહ્યું છે. ગિફ્ટ આઇટમથી મળેલા પૈસાનો ઉપયોગ ‘નમામિ ગંગે પ્રોજેક્ટ’માં કરવામાં આવશે.

આ વિડીયો પણ જુઓ: દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં ધોધમાર વરસાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન