17 મી ઓક્ટોબરે IPL ની બે ટીમોની હરાજી, 2022માં 10 ટીમો રમશે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • 17 મી ઓક્ટોબરે IPL ની બે ટીમોની હરાજી, 2022માં 10 ટીમો રમશે

17 મી ઓક્ટોબરે IPL ની બે ટીમોની હરાજી, 2022માં 10 ટીમો રમશે

 | 2:00 am IST
  • Share

બીસીસીઆઇએ તેની ટી૨૦ ઔઆઇપીએલ લીગની બે નવી ટીમો માટેની હરાજીની તૈયારીઓ કરી લીધી છે અને ૧૭મી ઓક્ટોબરે ટીમોની હરાજી થઇ શકે છે. પાંચમી ઓક્ટોબર સુધી હરાજીના દસ્તાવેજ ખરીદી શકાશે. ૨૦૨૨ની સિઝનથી આઇપીએલમાં આઠના બદલે ૧૦ ટીમો ભાગ લેશે. આગામી વર્ષના જાન્યુઆરીમાં ખેલાડીઓની મેગા હરાજી થઇ શકે છે. બીસીસીઆઇને બે નવી ફ્રેન્ચાઇઝી દ્વારા પાંચથી છ કરોડ રૃપિયાનો નફો થઇ શકે છે. ટીમોની વધવાની સાથે મેચોની સંખ્યા પણ વધશે જેના કારણે બ્રોડકાસ્ટિંગથી થતી આવકમાં પણ વધારો થશે. ટીમોની હરાજી વખતે ઇ-ઓક્શન થશે નહીં અને જૂના નિયમ મુજબ બંધ બોલી પ્રક્રિયાને જ અપનાવવામાં આવશે. પ્લેયર્સની હરાજી પહેલાં ટીમો પોતાના બે ખેલાડીઓને રિટેન કરી શકશે અને બે પ્લેયર્સને રાઇટ ટૂ મેચ દ્વારા સામેલ કરી શકશે.  આગામી વર્ષે બે નવી ટીમોમાં અમદાવાદ, લખનઉ, ઇન્દોર, કટક, ગુવાહાટી અને ધર્મશાલાની ફ્રેન્ચાઇઝી રેસમાં છે. અમદાવાદ અને લખનઉને હોટ ફેવરિટ માનવામાં આવે છે. ભૂતકાળમાં પૂણે ફ્રેન્ચાઇઝીના માલિક રહી ચૂકેલા આરપીએસજી ગ્રૂપના સંજીવ ગોયન્કાને લખનઉ ટીમ માટે ફેવરિટ ગણવામાં આવે છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન