મહારાણી વિકટોરિયાના લગ્નના કેકના ટૂકડાની હરાજી યોજાઈ - Sandesh
  • Home
  • World
  • મહારાણી વિકટોરિયાના લગ્નના કેકના ટૂકડાની હરાજી યોજાઈ

મહારાણી વિકટોરિયાના લગ્નના કેકના ટૂકડાની હરાજી યોજાઈ

 | 11:09 am IST

મહારાણી વિકટોરિયાના લગ્નનો કેકનો ટૂકડો હરાજીમાં 1,500 પાઉન્ડમાં વેચાયો છે. કેકનો આ ટૂકડો 19મી સદીનો છે. મહારાણી વિકટોરિયાએ 1840માં રાજકુમાર અલ્બર્ટ સાથે લગ્ન કર્યા હતાં. આ કેકનો ટૂકડો ત્યારનો છે. જર્સીના સંગ્રાહક ડેવિડ ગેંસબરો રોબર્ટસે કેકનો આ ટૂકડો વેચાણ માટે મુક્યો હતો.

કેકની સાથે એક ગિફ્ટ બોક્સ પણ છે. તેની પર ધ ક્વીસ બ્રાઈડલ કેસ બંકિંઘમ પેલેસ. 10 ફેબ્રુઆરી 1840 લખ્યું છે. આ સાથે લગ્નના સિક્કા સાથે મહારાણી વિક્ટોરિયાના હસ્તાક્ષર સાથેના પત્રનું વેચાણ કરાયું હતું.

મીડિયા અહેવાલ મુજબ હરાજી આયોજક કંપની ક્રિસ્ટીઝ લંડનમાં આ માટે નિલામીનું આયોજન કર્યું હતું. હરાજીમાં રાજાશાહીની નાની-મોટી ચીજો, ટાઈટેનિક જહાજની ચાવીઓ અને વિંસ્ટન ચર્ચિલની હેટનો સમાવેશ થાય છે. મહારાણી વિકટોરિયાના ઈનર વેર પણ 16,250 પાઉન્ટમાં વેચાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન