28 મહિના પછી IPLમાં પ્રેક્ષકોને પ્રવેશ, 16મીથી ટિકિટ મળશે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • 28 મહિના પછી IPLમાં પ્રેક્ષકોને પ્રવેશ, 16મીથી ટિકિટ મળશે

28 મહિના પછી IPLમાં પ્રેક્ષકોને પ્રવેશ, 16મીથી ટિકિટ મળશે

 | 10:10 am IST
  • Share

આઇપીએલ ૨૦૨૧ના પાર્ટ-૨ને શરૃ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે અને મુંબઇ ઇન્ડિયન્સ તથા ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે પ્રથમ મુકાબલો રમાશે. આ મુકાબલા પહેલાં સમર્થકો માટે ખુશખબર છે કે આઇપીએલમાં સમર્થકોનું સ્ટેડિયમમાં પુનરાગમન થઇ રહ્યું છે. કોરોના વાઇરસની મહામારીના કારણે લીગને સમર્થકોની ગેરહાજરીમાં ખાલી સ્ટેડિયમની વચ્ચે રમાડવામાં આવતી હતી પરંતુ બીસીસીઆઇએ જાહેરાત કરી છે કે બીજા તબક્કામાં મર્યાદિત સંખ્યામાં સમર્થકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. જોકે સ્ટેડિયમમાં સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે.ક્રિકેટના સમર્થકો ૧૬મી સપ્ટેમ્બરથી ઓનલાઇન ટિકિટો ખરીદી શકશે. ચાલુ વર્ષે આઇપીએલને કોરોનાની મહામારીના કારણે સ્થગિત કરી દેવામાં આવી હતી. કેટલીક મેચો બાદ કેટલાક ખેલાડીઓ પણ કોરોનાનો શિકાર બન્યા હતા. ૨૦૨૦ની સિઝનની જેમ આ વખતે પણ આઇપીએલ ૨૦૨૧નો બીજો તબક્કો યુએઇમાં દુબઇ, શારજાહ તથા અબુ ધાબી કેન્દ્રમાં રમાશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન