'દંગલ' હોય કે 'બાહુબલી' નથી તોડી શકી 'આ' ફિલ્મનો રેકોર્ડ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘દંગલ’ હોય કે ‘બાહુબલી’ નથી તોડી શકી ‘આ’ ફિલ્મનો રેકોર્ડ

‘દંગલ’ હોય કે ‘બાહુબલી’ નથી તોડી શકી ‘આ’ ફિલ્મનો રેકોર્ડ

 | 2:49 pm IST

ગત ઘણા દિવસોથી ભારતીય સિનેમામાં સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મોમાં ‘બાહુબલી’ અને ‘દંગલ’ની ચર્ચા થઇ રહી છે. વર્તમાન સમય મુંજબ આ ફિલ્મો ભલે રેકોર્ડ બનાવી ચૂકી હોય પરંતુ આ ફિલ્મો એક રેકોર્ડનાં મામલામાં હજૂ પણ એક ફિલ્મથી ખુબ જ પાછળ છે. અમે જે ફિલ્મની વાત કરી રહ્યા છીએ તે ફિલ્મમાં કોઇ મોટી સ્ટારકાસ્ટ પણ નથી. ફિલ્મનું બજેટ પણ મોટૂ નથી અને ફિલ્મનો પ્રચાર પણ વધુ નથી કરવામાં આવ્યો. માત્ર શ્રદ્ધા અને વિશ્વાસનાં કારણે દર્શકોએ આ ફિલ્મને જોઇ હતી.

આશ્ચર્યની વાત તો એ છે કે, આ ફિલ્મે પોતાના 5 લાખના બજેટથી 100 ઘણો વધારે બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મ સતત 50 અઠવાડિયા (ગોલ્ડન જુબલી) 75 અઠવાડિયા (પ્લેટિનિયમ જુબલી) સુધીનો સફર પુર્ણ કર્યો હતો. બિઝનેસના હીસાબે આ ફિલ્મે વર્ષ 1975-76માં 5 કરોડ રૂપિયાનો વ્યવસાય કર્યો હતો. આ પ્રવાસ આજ-કાલની ફિલ્મો માટે માત્ર સપના સમાન જ છે. અત્યારની ફિલ્મો એક મહીનો પણ ચાલી શક્તી નથી.

30 મેં 1975નાં રોજ રિલીઝ થયેલ ફિલ્મ ‘જય સંતોષી મા’ની સાથે તે વર્ષે બોલિવૂડની સૌથી મોટી ફિલ્મ ‘શોલે’ અને ‘દિવાર’ રિલીજ થઇ હતી. આ બંન્ને ફિલ્મો પણ સફળ સાબિત થઇ હતી, પરંતુ મોટી સ્ટારકાસ્ટ ન હોવા છતા ફિલ્મ ‘જય સંતોષી માં’ એ જે રેકોર્ડ બનાવ્યો તેને આજ દીન સુધી કોઇ ફિલ્મ તોડી શક્યુ નથી. આ ફિલ્મનું નિર્માણ સતરામ રોહરા અને નિર્દેશક વિજય શર્માએ કર્યુ હતું. ફિલ્મનાં ગીતો પ્રદીપે લખ્યા અને સી. અર્જુને સંગીત આપ્યુ હતું. આ ફિલ્મમાં અનિતા ગુહા, કનન કૌશલ, ભારત ભૂષણ અન આશીષ કુમારે લીડ રોલ કર્યો હતો. ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર અભિનેત્રી અનિતા ગુહા મહેમાન કલાકાર (સંતોષી માં)ની ભૂમિકામાં જોવા મળી હતી.