ભાવનગર: S.T. નિયામકે મહિલા કન્ડક્ટર પાસે કરી અભદ્ર માંગણી, ઓડિયો ક્લિપ વાઇરલ - Sandesh
NIFTY 10,856.70 +13.85  |  SENSEX 35,739.16 +46.64  |  USD 67.6425 +0.16
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • ભાવનગર: S.T. નિયામકે મહિલા કન્ડક્ટર પાસે કરી અભદ્ર માંગણી, ઓડિયો ક્લિપ વાઇરલ

ભાવનગર: S.T. નિયામકે મહિલા કન્ડક્ટર પાસે કરી અભદ્ર માંગણી, ઓડિયો ક્લિપ વાઇરલ

 | 5:07 pm IST

તાજેતરમાં મહિલા સતામણીના કિસ્સા વધુ બની રહ્યાં છે. મહિલાઓની સજાગતા અને હિંમતના કારણે સતામણીની બાબતો જાહેર થઇ રહી છે. જેથી કરી બીજી વખત કોઇ મહિલાને તે વ્યક્તિ દ્વારા ભોગ ના બનવુ પડે. મહિલાઓને તેમના કાર્યસ્થળે કરવામાં આવતી સતામણી જરાય ચલાવી લેવી જોઇએ નહી.તાજેતરમાં ભાવનગર એસ.ટી. નિયામક સતામણી કરવા મુદ્દે સસ્પેન્ડ થયા છે અને તેમની સમગ્ર વાતચીતની ઓડિયો ક્લિપ વાઇરલ થઇ છે.

ભાવનગર એસ.ટી.વિભાગના નિયામકને મહિલા કન્ડક્ટર સાથેની સતામણી મામલે સસ્પેન્ડ કરીને અમદાવાદ ડિવિઝનમાં બદલી કરવામાં આવી છે. જ્યારે ભાવનગર ડિવિઝનલ કન્ટ્રોલરનો ચાર્જ રાજકોટ વિભાગીય નિયામકને સોંપવામાં આવ્યો છે. ભાવનગર એસ.ટી.નિયામક આર.વી.માલીવાડ સામે બરવાળા ડેપોમાં ફરજ બજાવતાં મહિલા કન્ડક્ટર સાથે અણછાજતી અને અવ્યવહારુ વાતચીત કરી હતી તેની ઓડિયો ક્લિપ વાઇરલ થઇ છે.

આર.વી.માલીવાડ વિરુદ્ધ સહાનુભૂતિ દર્શાવી ગેરલાભ લેવાનો પ્રયાસ કરવો તથા ટેલિફોનીક વાતો દ્વારા જાતિય સતામણી કરવા સહિતના મામલે નિગમમાં ઉચ્ચ કક્ષાએ ફરિયાદ થઈ હતીજે અંગેની તપાસ દરમિયાન પ્રાથમિક દ્રષ્ટિએ ગુનો ફલિત થતાં એસ.ટી.કોર્પોરેશનના જનરલ મેનેજરે આકરા પાણીએ જઈને ગત તા.2 જૂનના રોજથી ભાવનગર વિભાગીય નિયામક આર.વી.માલીવાડને સસ્પેન્ડ કરી દીધાં હોવાનું અને ફરજ મોકૂફીની સાથે અમદાવાદ વિભાગમાં નિયામક તરીકે બદલી કરી દેવામાં આવી હતી. માલીવાડને સસ્પેન્ડ કરવામાં આવતાં ભાવનગર વિભાગનો ચાર્જ રાજકોટ વિભાગીય નિયામકને સોંપવામાં આવ્યો છે.

આર.વી.માલીવાડને સસ્પેન્ડ કરવા અને સતામણીની બાબતે મોબાઈલ ફોન પર સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, મને ફસાવવામાં આવ્યો છે. બરવાળા ડેપોના મહિલા કન્ડક્ટરને હું ઓળખતો પણ નથી અને ક્યારેય પણ તેમની સાથે મેં વાત કરી નથી. એક અધિકારી તરીકે ફરજના ભાગરુપે કડક હાથે કામ લેતો હોઈ તે બાબતે કોઈક વિઘ્ન સંતોષીએ ષડયંત્ર રચીને મને ફસાવ્યો છે.