NIFTY 10,147.55 -5.55  |  SENSEX 32,402.37 +-21.39  |  USD 64.3275 +0.20
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • કર્ણાટક: ઔરંગાબાદ-હૈદરાબાદ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, જાનહાનિના અહેવાલ નથી

કર્ણાટક: ઔરંગાબાદ-હૈદરાબાદ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, જાનહાનિના અહેવાલ નથી

 | 9:14 am IST

ઔરંગાબાદ-હૈદરાબાદ એક્સપ્રેસ આજે વહેલી સવારે કર્ણાટકના ખલગાપુર અને ભલ્કી સ્ટેશન વચ્ચે પાટા પરથી ઉતરી ગઈ. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. અકસ્માતમાં ટ્રેનનું એન્જિન અને એન્જિન સાથે ચાલનારો ડબ્બો સંપૂર્ણ રીતે પાટા પરથી ઉતરી ગયાં.

અકસ્માત બાદ રેલવે તરફથી હેલ્પલાઈન નંબરો પણ જારી કરી દેવામાં આવ્યાં છે. રેલવે તરફથી હૈદરાબાદ માટે 040-23200865, 02446-223540 , પર્લી માટે 08416-252013 વિકારાબાદ અને બિદાર માટે 08482-226329 નંબર જારી કરવામાં આવ્યાં છે.

અત્રે જણાવવાનું કે હાલમાં જ ઉત્તરપ્રદેશના રામપુરમાં રાજરાણી એક્સપ્રેસના આઠ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતાં. ગત મહિને મહાકૌશલ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી જેમાં 50 મુસાફરો ઘાયલ થયા હતાં.