ઓરોબિંદોએ સેન્ડોઝનો ડર્મેટોલોજી બિઝનેસ રૂ. ૭૨૦૦ કરોડમાં ખરીદ્યો - Sandesh
  • Home
  • Business
  • ઓરોબિંદોએ સેન્ડોઝનો ડર્મેટોલોજી બિઝનેસ રૂ. ૭૨૦૦ કરોડમાં ખરીદ્યો

ઓરોબિંદોએ સેન્ડોઝનો ડર્મેટોલોજી બિઝનેસ રૂ. ૭૨૦૦ કરોડમાં ખરીદ્યો

 | 1:55 am IST

। હૈદરાબાદ ।

ઓરોબિંદો ફાર્માએ નોર્વેટિસ પાસેથી સેન્ડોઝ ઈન્કનો અમેરિકન ડર્મેટોલોજી અને સોલિડ ઓરલ પ્રોડક્ટ્સ પોર્ટફોલિયો ૦.૯ અબજ ડોલરમાં ખરીદવાનો નિર્ણય લીધો છે. આ સાથે કંપની પ્રિસ્ક્રિપ્શનની સંખ્યાની રીતે અમેરિકામાં બીજા નંબરની જેનરિક કંપની બની છે.

ઓરોબિંદોની નાણાકીય સલાહકાર જેફરીઝ ઈન્ટરનેશનલના જણાવ્યા અનુસાર સેન્ડોઝના બિઝનેસની ખરીદી ભારતની ફાર્મા કંપની દ્વારા કરાયેલું સૌથી મોટું વિદેશી એક્વિઝિશન છે, જેની મદદથી  કંપનીને અમેરિકાના ડર્મેટોલોજી માર્કેટમાં  અસરકારક એન્ટ્રી મળશે. ટ્રાન્જેક્શન પછી સેન્ડોઝ અમેરિકામાં બાયોસિમિલર્સ વેલ્યૂ-એડેડ દવાઓ તેમજ ઈન્જેક્ટેબલ્સ, રેસ્પિરેટરી અને ઓપ્થેલ્મિક્સ જેવા કોમ્પ્લેક્સ જેનરિક્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

ઓરોબિંદોએ ગુરુવારે સેન્ડોઝ ઈન્કની કેટલીક એસેટ્સ ખરીદવા નોર્વેટિસ સાથે નિશ્ચિત કરાર કર્યા હોવાની જાહેરાત કરી હતી. એક્વિઝિશનની જાહેરાતને પગલે ઓરોબિંદોનો શેર ગુરુવારે બીએસઈ પર ૯.૧૨ ટકા વધીને રૂ.૭૫૯.૫૫ના મથાળે બંધ રહ્યો હતો. ઓરોબિંદો દ્વારા  એક્વિઝિશનના અહેવાલની અન્ય ફાર્મા શેરો પર પણ સારી અસર થઈ હતી અને સમગ્ર સેક્ટરમાં  સુધારો નોંધાયો હતો.

સેન્ડોઝની ડર્મેટોલોજી એસેટ્સની સાથે ઓરોબિંદો અમેરિકન બજારમાં જેનરિક અને બ્રાન્ડેડ ડર્મેટોલોજી પ્રોડક્ટ્સમાં  બીજા નંબરની કંપની બની છે. ઓરોબિંદોને ક્રીમ, મલમ અને અન્ય દવાઓમાં  સેન્ડોઝની  ખાસ ઉત્પાદન ક્ષમતાનો લાભ મળશે. ઓરોબિંદો ફાર્માના જણાવ્યા અનુસાર અમેરિકન બિઝનેસનું એક્વિઝિશન વૈશ્વિક બિઝનેસના વિસ્તરણની યોજનાનો ભાગ છે. તે મહત્ત્વના થેરાપ્યુટિક સેગમેન્ટ્સમાં  પ્રોડક્ટ્સ પોર્ટફોલિયો  વધારવાની યોજના ધરાવે છે.

કંપનીના જણાવ્યા અનુસાર એક્વિઝિશન ડેટ ફ્રી અને ફેશ ફ્રી હશે, ટ્રાન્જેક્શન અમેરિકા ખાતેની  સબસિડિયરી ઓરોબિંદો ફાર્મા USA દ્વારા કરવામાં આવશે.

ઓરોબિંદોએ ખરીદેલા ડર્મેટોલોજી પોર્ટફોલિયોમાં પ્રોડક્ટ્સની વ્યાપક રેન્જનો સમાવેશ થાય છે. જેમાં એન્ટિબાયોટિક્સ, ગાયનેકોલોજિકલ અને ડર્મેટોલોજિકલ એન્ટિફન્ગલ  એજન્ટ્સ, લોકલ એનેસ્થેટિક એનાલજેસિક્સ સહિતની દવાઓ સામેલ છે. ઓરોબિંદો દ્વારા ખરીદવામાં આવેલા નોન-ડર્મેટલોજિકલ  પોર્ટફોલિયોમાં ઓટો-ઈમ્યુન રોગો માટેની દવા, હોર્માન્સ માટેની દવાઓ સહિત ઘણી પ્રોડક્ટ્સનો  સમાવેશ થાય છે.

કંપનીના એમડી એન ગોવિંદરાજને જણાવ્યું હતું કે, ”અત્યાર સુધીના વિવિધ એક્વિઝિશનને જોતાં ખરીદવામાં આવેલો બિઝનેસ ઓરોબિંદો ગ્રૂપમાં સરળતાથી ભળી જશે. અગાઉના કેટલાંક એક્વિઝિશન્સની જેમ કંપની બજાર હિસ્સો અને ખરીદાયેલા બિઝનેસની નફાકારકતા વધારવા જૂથની ઉત્પાદન સુવિધાનો ઉપયોગ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.” હ્લ્ઝ્ર ક્લિયરન્સ સહિતની વિવિધ શરતો સંતોષાયા પછી ટ્રાન્જેક્શન ૨૦૧૯માં પૂરું થવાનો અંદાજ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;