auspicious-yoga-on-makar-sankranti-do-this-on-the-day
  • Home
  • Astrology
  • મકરસંક્રાંતિ પર બની રહ્યો છે શુભ સંયોગ, કરો આ ઉપાય કપાશે કષ્ટ અને જાગશે ભાગ્ય

મકરસંક્રાંતિ પર બની રહ્યો છે શુભ સંયોગ, કરો આ ઉપાય કપાશે કષ્ટ અને જાગશે ભાગ્ય

 | 1:48 pm IST

આ વર્ષે મકરસંક્રાંતિ વિશેષ યોગ લઈને આવી રહી છે. તેથી આ વર્ષે કરેલું દાન પુણ્ય અવશ્ય સુદીર્ઘકાળ સુધી શુભ ફળની પ્રાપ્તિ કરાવશે. સૂર્ય 14મી જાન્યુઆરીએ સાંજે 7.50 મિનિટે મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. આ સમયે આકાશમાં અશ્વિની નક્ષત્ર રહેશે જે કેતુનું નક્ષત્ર છે. વળી આ સમયે આકાશમાં સિદ્ધ યોગ પણ થયો છે. સામાન્ય રીતે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે રાહુ એટલે બંધન અને કેતુ એટલે છૂટકારો. જો તમે કોઈને કોઈ બાબતે મુશ્કેલ સ્થિતિમાંથી પસાર થતાં હોય તો ઉઠાવો મકરસંક્રાંતિનો લાભ.

મકરસંક્રાંતિના દિવસે સૂર્ય પૂજા વિશેષ કરીને ફાયદા કારક નિવડે છે. વળી આ દિવસે સોમવાર હોવાથી શિવજીની પૂજા પણ કલ્યાણકારી નિવડે. મકરસંક્રાંતિના દિવસે ગાયને ઘુઘરી( ગોળ અને એક ચમચો ઘી નાંખીને બાફેલા ઘઉં) ખવડાવાથી પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે. બાળકોને તલના લાડુ વહેંચવાથી પણ લાભ થાય છે. જો કરજ હોય અને તેમાંથી છૂટકારો ઈચ્છતા હોય તો કાળા તલના લાડુ કે તલસાંકળીનું દાન કરો. આદુનું દાન કરવાથી પણ શુભ ફળ મળે.

જો કોઈ ગ્રહ નડતર હોય તો ગ્રહ અનુસાર આ દિવસે આ વિશેષ દાન કરવાથી પણ તેના દોષનું શમન થઈને શુભ ફળની પ્રાપ્તિ થશે.

શનિઃ
જો શનિ સંબંધિત કોઈ રોગ કે અન્ય પરેશાની હોય કે પેટ સંબંધી સમસ્યા હોય, કે શરીરમાં રહેલી નસો સંબંધી કોઈ સમસ્યા હોય કે પછી ચામડીના રોગ હોય કે પછી સંક્રમણ(ફરી ફરીને થતો) રોગ હોય, વાયુ કે વિકારથી કોઈ રોગ હોય, કે પછી ઘરમાં કલહનું વાતાવરણ હોય તો કાળા તલ, સફેદ તલ, સરસવનું તેલ અને આદુનું દાન દેવું જોઈએ.

શુક્રઃ
શુક્ર સંબંધિત કોઈ રોગ હોય, જેમ કે ડાયાબિટીશ, મોઢાં પર કરચલી, પારિવારિક અશાંતિ, દાંપત્ય જીવનમાં વિખવાદ કે અણબનાવ હોય તો વ્યક્તિએ સાકર, સફેદ તલ, ચોખા-બટેટા, જવ વિગેરેનું દાન કરવું જોઈએ.

ગુરુઃ
ગુરુથી સંબંધિત કોઈ રોગ કે પરેશાની હોય કે કમળો હોય કે ગેસ હોય કે પછી હાંડકાની નબળાઈ હોય, સ્મરણ શક્તિ ઓછી થતી હોય, વાળ ઉતરતાં હોય કે જાહેરમાં અપમાનિત થવું પડતું હોય કે કુંડળીમાં ગુરુ દોષ હોય કે સંતાનોથી પીડા હોય કે ઘરમાં સતત કોઈને કોઈ બીમાર રહેતું હોય તો આવી સ્થિતિમાં મધ, હળદર, દાળ, રસીલા ફળો, કેળા કે અન્ય સામગ્રીનું દાન કરો.

બુધઃ
બુધથી સંબંધિત કોઈ રોગ કે પરેશાની હોય જે બુદ્ધિભ્રમ, એલર્જી, પાગલપણું, વઈનું દરદ, દાંતોની સમસ્યા, ભાઈ બહેન વચ્ચે અણબનાવ, જમીન સંબંધિત કાયદાકિય કાર્યવાહીનો સામનો કરવો પડતો હોય તો આવી સ્થિતિમાં ચોખાની સાથે કોથમીર, સૂકાયેલા તુલસીના પાન, મિઠાઈ, મગ, મધનું દાન અવશ્ય કરો.

મંગળઃ
મંગળ સંબંધિત કોઈ સમસ્યા કે રોગ હોય કે વારે વારે તાવ આવતો હોય કે બ્લડપ્રેસર, કેન્સર, વાગ્યું હોય કે ભાઈ ભાઈ વચ્ચે દુશ્મની હોય કે બાળકો વચ્ચે તણાવ હોય તો આ સ્થિતિમાં ગોળ, મધ, અનાર મસૂર, લાલ ચંદનનું દાન કરો. તેનાથી લાભ થશે.

ચંદ્રઃ
ચંદ્રમા સંબંધિત કોઈ રોગ કે મુશ્કેલી હોય જેવી કે શરદી, કફ, ખાંસી, શ્વાસના રોગ, માનસિક રોગ, પરિવારમાં કોઈને લકવા હોય તો રોજગાર ન હોય, ધનનો અભાવ હોય, ચોખા, કપૂર, ઘી, દૂધ, દહીં, સફેદ ચંદનનું દાન અવશ્ય કરો.

સૂર્ય
સૂર્યથી સંબંધિત રોગ કે મુશ્કેલી હોય પિત્ત વિકાર હોય, નેત્ર વિકાર હોય, માઈગ્રેન, હૃદયરોગ, પિતા પુત્ર વચ્ચે મતભેદ, નોકરીની છૂટ, ઓફિસરો દ્વારા મુશ્કેલી, સરકારી કરજ કે સરકારી તકલીફો હોય તો લાલ મરચું, લાલ ચંદન, ઘી, લોટ, કાળા મરીનું દાન કરો.

વિશેષ દાનઃ
સંક્રાંતિનું વિશેષ દાન ગ્રહોથી સંબંધિત દાનની સાથે ચોખા, ઘી, દહીં, લોટ, ગોળ,કાળા મરી, સફેદ તલ, લાલ મરચું, સાકર, બટેટા અનને પોતાની ઈચ્છા અનુસાર દક્ષિણાનું દાન બ્રાહ્મણને આપીને આશીર્વાદ લેવાથી સંક્રાંતિનું શુભ ફળ મળે છે. અને પિતૃદોષનું શમન થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન