Australia Bowler Sledding To Cheteshwar Pujara for his Betting
  • Home
  • Sports
  • Cricket
  • ચેતેશ્વર પુજારાને આ ઓસ્ટ્રેલિયન બોલરે કહ્યું-‘આઉટ ન થયા તો વ્હીલચેર મંગાવી લઈશું’

ચેતેશ્વર પુજારાને આ ઓસ્ટ્રેલિયન બોલરે કહ્યું-‘આઉટ ન થયા તો વ્હીલચેર મંગાવી લઈશું’

 | 1:48 pm IST

ટીમ ઈન્ડિયાનું 2018-19 ઓસ્ટ્રેલિયા ટૂર ખૂબજ ખાસ રહ્યું. આ ટૂરમાં ભારતીય ટીમે ટેસ્ટ અને વનડે સિરીઝમાં ઐતિહાસિક વિજય મેળવ્યો છે. જ્યારે ટેસ્ટ સિરીઝની આ ઐતિહાસિક જીતમાં ચેતેશ્વર પુજારે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમને સિરીઝની 4 મેચોમાં લગભગ 75ની સરેરાશથી સૌથી વધુ 521 રન બનાવ્યા હતા. જેમાં 3 સેંચુરી સામેલ છે જેના કારણે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં પહેલીવાર ટેસ્ટ સિરીઝ(2-1) જીતી છે.

સૂત્રો મુજબ આ દરમિયાન એક ખાસ ઘટના બની હતી. જ્યારે પુજારા એરપોર્ટ જવા માટે કારમાં રાહ જોતા હતા ત્યારે કેટલાક ફેન્સ તેમની પાસે આવ્યા અને સેલ્ફી લેવા માટે માગ કરવા લાગ્યા. જ્યારે આ વિશે પુજારાને પુછવામાં આવ્યું કે આ પહેલા પણ આવું ક્યારે બન્યું હતું ત્યારે પુજારાનો જવાબ હતો ના…|

મિડલ ઓર્ડરના આ ધાકડ બેસ્ટમેન્ટે ઓસ્ટ્રેલિયામાં વિનિંગ મોમેંટને યાદ કરી એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ અમારી માટે એક ખાસ સિરીઝ રહી. ટીમના દરેક ખિલાડી માટે આ એક ખાસ જીત હતી. અમારી ટીમ સંપૂર્ણ રીતે યુવા ટીમ હતી. કોઈને પણ કોઈ પણ પ્રકારની ટેસ્ટ સિરીઝનો અનુભવ નહોંતો. અમે ત્યાં સિરીઝ જીત સાથે વર્લ્ડ નંબર વનના લેવલે યથાવત રહેવા માંગતા હતા અને એવું થયું પણ. આ સાથે પુજારાએ એડિલેડ મેચની સેંચુરીને તેમનું સર્વશ્રેષ્ટ પ્રદર્શન બતાવ્યુ હતું.

તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાના ટૂર પર સ્લેજિંગની પણ ઘણી ઘટનાઓ બની હતી. એક વાર એમ બન્યું કે પુજારાની બેટિંગની ત્રાસીને નાથન લિયોને કહ્યું કે બેટિંગ કરીને બોર નથી થયા. આ વિશે જ્યારે પુજારાને પૂછવામાં આવ્યું તો તેમને કહ્યું કે હાં મને આવી કોઈ અપેક્ષા નહોતી કે કોઈ આવું કહેશે. વધુ ઉમેરતા તેમને કહ્યું કે,‘આ પહેલા પણ જ્યારે અમે 2017માં રાંચીમાં ઓસ્ટ્રેલિયા સાથે ટેસ્ટ મેચ રમી રહ્યાં હતા ત્યારે મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાના એક ખિલાડીએ મારી પાસે આવીને કહ્યું કે, જો તમે આઉટ ન થયા તો અમે વ્હીલચેર મંગાવી લઈશું. એ સમય હું 170થી વધુ રન બનાવીને રમી રહ્યો હતો. એ મારી માટે ઓસ્ટ્રેલિયાની સૌથી સારી અને સર્વશ્રેષ્ઠ સ્લેજિંગ હતી.’

આ દરમિયાન પુજારાએ કપ્તાન વિરાટ કોહલીની આક્રમકતાને સપોર્ટ કરતા કહ્યું કે કોહલીને ખબર છે કે જીત માટે શું કરવું જોઈએ. તેમનું એક અલગ વ્યક્તિત્વ હોઈ શકે છે આ તેમનો સ્વભાવ છે અને કોહલીને આવું જ કરવું જોઈએ. આમાં કોઈ ખરાબી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન