Australia May get in trouble after Two Players injury
  • Home
  • Sports
  • Cricket
  • કાંગારું ટીમ મુશ્કેલીમાં, આ બે દિગ્ગજ ખેલાડી સેમીફાઇનલમાંથી થઈ શકે છે OUT

કાંગારું ટીમ મુશ્કેલીમાં, આ બે દિગ્ગજ ખેલાડી સેમીફાઇનલમાંથી થઈ શકે છે OUT

 | 6:48 pm IST

આઈસીસી વર્લ્ડ કપ 2019માં ઓસ્ટ્રેલિયાની ટીમે સૌથી પહેલા સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ભારત અને દક્ષિણ આફ્રિકા સિવાય બધી મેચોમાં જીત હાંસલ કરી છે. ઓસ્ટ્રેલિયાની ટીમને વર્લ્ડ કપમાં હોટ ફેવરેટ ટીમોમાંથી એક માનવામાં આવે છે. પોઈન્ટ ટેબલની વાત કરીએ તો લીગ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયા ટોપ પર હતી પરંતુ દક્ષિણ આફ્રિકા સામેની મેચ હાર્યા બાદ ટીમ બીજા ક્રમે આવી છે. જ્યારે ભારતીય ટીમ શ્રીલંકા સામે મેચ જીતી ટોચ પર પહોંચી છે.

જોકે હવે ઓસ્ટ્રેલિયા ટીમે લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રો મુજબ ટીમના ટોચના બે ખેલાડી ઈજાગ્રસ્ત થતા સેમીફાઇનલમાંથી બહાર થાય એવી સંભાવના છે. ગંભીર ઈજા થવાના કારણે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ઉસ્માન ખ્વાજા અને ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસ વર્લ્ડ કપના સેમીફાઇનલમાંથી બહાર થાય એવી શક્યતાઓ છે. એમ સૂત્રોએ જણાવ્યું છે. બન્ને ખેલાડીઓને દક્ષિણ આફ્રિકા સામે થયેલ મેચમાં ઈજા થઈ હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ આ બન્ને ખેલાડીઓના કવર તરીકે મેથ્યૂ વેડ અને મિચેલ માર્શને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. રિપોર્ટ મુજબ ખ્વાજા અન સ્ટોઈનિસનું રવિવારે સ્કેન કરવામાં આવશે અને પછી ટીમ મેનેજમેન્ટ તેમની સ્થિતિ પર નિર્ણય લેશે. આપને જણાવી દઈએ કે સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાનો મુકાબલો યજમાન ટીમ ઈંગ્લેન્ડ સામે થવાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન