Australia-squad-for-the-upcoming-T20Is-against
  • Home
  • Sports
  • Cricket
  • ભારત વિરુદ્વ T-20 સીરીઝ માટે ઑસ્ટ્રેલિયા ટીમની જાહેરાત

ભારત વિરુદ્વ T-20 સીરીઝ માટે ઑસ્ટ્રેલિયા ટીમની જાહેરાત

 | 7:39 pm IST

ટીમ ઇન્ડિયા વિરુદ્વ 21 નવેમ્બરથી શરુ થઇ રહેલી T-20 મેચમાં સીરીઝ માટે ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ ગુરુવારે 13 સદસ્યોની ટીમનું એલાન કરી દીધું છે. આ સીરીઝ માટે ઑસ્ટ્રેલિયાએ 3 મોટા ખેલાડીઓને આરામ આપ્યો છે. ભારતીય ટીમે આ T-20 સીરીઝ માટે પોતાની ટીમની ઘોષણા કરી છે.

ઑસ્ટ્રેલિયાએ T-20 સીરીઝથી ઝડપી બૉલર મિચેલ સ્ટાર્ક, ઑફસ્પિનર નાથન લિયોન અને ઑલરાઉન્ડર મિચેલ માર્શને રેસ્ટ આપ્યો છે. તો બીજી બાજુ ભારત વિરુદ્વ 4 ટેસ્ટ અને શ્રીલંકાની વિરુદ્વ 2 ટેસ્ટ મેચની સીરીઝને ધ્યાનમાં રાખતાં ઘરેલુ ટૂર્નામેન્ટ શેફીલ્ડર શીલ્ડમાં રમવું સાચુ રેહશે.

ઑસ્ટ્રેલિયા ટીમ:
એરૉન ફિંચ( કેપ્ટન), એલેક્સ કેરી, એશ્ટન આગર, જેસન બેહરનડોર્ફ, નાથન કોલ્ટર નાઇલ, ક્રિસ લિન, ગ્લેન મૈક્સવેલ, બેન મૈક્ડરમટ, ડાર્સી શૉર્ટ, બિલી સ્ટાનલેક, માર્કસ સ્ટોઇનિસ, એંડ્રયૂ ટાઇ અને એડમ જંપા.