આ બેટ્સમેનની મદદથી આફ્રિકાએ બીજી ટેસ્ટ પોતાના નામે કરી, સિરીઝમાં 1-1ની બરાબરીએ - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • આ બેટ્સમેનની મદદથી આફ્રિકાએ બીજી ટેસ્ટ પોતાના નામે કરી, સિરીઝમાં 1-1ની બરાબરીએ

આ બેટ્સમેનની મદદથી આફ્રિકાએ બીજી ટેસ્ટ પોતાના નામે કરી, સિરીઝમાં 1-1ની બરાબરીએ

 | 9:04 pm IST

મેન ઓફ ધ મેચ કાગિસો રબાદાની વેધક બોલિંગ તેમજ એબી ડી વિલિયર્સની સદીની મદદથી સાઉથ આફ્રિકાએ અહીં રમાયેલી બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે મહેમાન ઓસ્ટ્રેલિયાને છ વિકેટે પરાજય આપી ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં 1-1ની બરાબરી મેળવી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટેસ્ટ મેચ જીતી હતી.

બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતાં 243 રન બનાવ્યા હતા જેના જવાબમાં સાઉથ આફ્રિકાએ 282 રન બનાવી 139 રનની સરસાઈ મેળવી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ બીજા દાવમાં 239 રન બનાવી ઓલઆઉટ થતાં સાઉથ આફ્રિકાને જીત માટે 101 રનનો લક્ષ્યાંક મળ્યો હતો જેને ચાર વિકેટ ગુમાવી મેળવી લીધો હતો.

બીજી ઇનિંગમાં આફ્રિકા તરફથી ડી વિલિયર્સે 28, અમલાએ 27 અને માર્કરામે 21 રન બનાવ્યા હતા જ્યારે ડી બ્રુન 15 રન બનાવી અણનમ રહ્યો હતો. રબાદાએ પ્રથમ ઇનિંગમાં પાંચ અને બીજી ઇનિંગમાં છ મળી કુલ 10 વિકેટ ઝડપતાં મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

રબાદાએ પોતાની 28મી ટેસ્ટ મેચ રમતાં ચોથી વખત એક ટેસ્ટમાં 10 કે તેથી વધુ વિકેટ ઝડપવાની સિદ્ધિ મેળવી હતી. 23 વર્ષની વયે રબાદાએ ચોથી વખત આ સિદ્ધિ મેળવવાની સાથે પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર વકાર યુનુસની બરાબરી કરી હતી. યુનુસે પણ 23 વર્ષની વયે ચાર વખત 10 કે તેથી વધુ વિકેટ ઝડપી હતી.