Australia wants to force Facebook and Google to pay media companies for news
  • Home
  • Featured
  • ઓસ્ટ્રેલિયાએ ફેસબુક-ગૂગલને આપ્યો જોરદાર ઝાટકો, દુનિયામાં આવું પગલું ભરનાર પ્રથમ દેશ

ઓસ્ટ્રેલિયાએ ફેસબુક-ગૂગલને આપ્યો જોરદાર ઝાટકો, દુનિયામાં આવું પગલું ભરનાર પ્રથમ દેશ

 | 9:17 am IST

ઓસ્ટ્રેલિયામાં ગૂગલ અને ફેસબુકને સમાચાર સામગ્રી માટે ચૂકવણી કરવી પડી શકે છે. ઓસ્ટ્રેલિયાની સરકારે શુક્રવારના રોજ કહ્યું કે તેમની યોજના છે કે ગૂગલ અને ફેસબુકને મીડિયા કંપનીઓની સાથે વાતચીત માટે ત્રણ મહિનાનો સમય આપે. જેથી કરીને સમાચાર સામગ્રી માટે યોગ્ય ચૂકવણી નક્કી કરી શકાય. સરકારે એક અનિવાર્ય આચારસંહિતાનો ડ્રાફ્ટ રજૂ કર્યો છે જેનાથી વૈશ્વિક ડિજિટલ કંપનીઓને વ્યવસાયિક મીડિયા કંપનીઓની લીધેલી સમાચાર સામગ્રી માટે ચૂકવણી કરવી પડશે. દુનિયાના અન્ય દેશ આ પ્રકારની કોઇ સંહિતા બનાવામાં નિષ્ફળ રહ્યું છે.

આમ અમેરિકી ટેક કંપનીઓ ફેસબુક-ગૂગલે ઓસ્ટ્રેલિયન મીડિયા કંપનીઓ પાસેથી મેળવાતા સમાચાર માટે ચૂકવણી કરવી પડશે. સ્વતંત્ર પત્રકારિતાને બચાવવા માટે ટેક કંપનીઓ પર કડકાઈ કરનાર ઓસ્ટ્રેલિયા દુનિયાનો પહેલો દેશ બની ગયો છે.

સરકારે આ માટે આચાર સંહિતાનો મુસદ્દો જાહેર કર્યો છે. અત્યાર સુધી આચાર સંહિતા બનાવવામાં નિષ્ફળ રહેલા દેશો પર પણ તેની અસર જોવા મળી શકે છે. આ અંગે ફેસબુક અને ગૂગલ તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી.

ઓસ્ટ્રેલિયાના નાણામંત્રી જોશ ફ્રાયડેનબર્ગે કહ્યું કે મુસદા પર 28 ઓગસ્ટ સુધી ચર્ચા કર્યા પછી તેને સંસદમાં રજૂ કરાશે. વર્ષના અંત સુધીમાં તે કાયદો બની જશે. તેમણે કહ્યું કે ઓસી. મીડિયા કંપની માટે આ યોગ્ય પગલું છે. આથી સ્પર્ધા, ગ્રાહકોની સુરક્ષા વધશે અને મીડિયા ક્ષેત્રે સ્થિરતા આવશે. આ હેઠળ પહેલા ગૂગલ અને ફેસબુકને ચૂકવણી માટે ફરજ પડાશે. ત્યારબાદ અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પરથી પણ ચૂકવણી માટે જણાવાશે. ટેક કંપનીઓને મીડિયા કંપનીઓ સાથે વાતચીત કરી ચૂકવણીના દર નક્કી કરવા માટે ત્રણ મહિના અપાશે. ત્યારપછી પણ જો સંમતિ નહીં સધાય તો મામલો લવાદ પાસે જશે જેનો નિર્ણય બધાએ માનવો પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન