#INDvsAUS: Australia Will Bring Back 80's Retro ODI Kit Against India
  • Home
  • Sports
  • Cricket
  • ઇન્ડિયા વિરુદ્ધ ટીમ ઑસ્ટ્રેલિયા પહેરશે 32 વર્ષ જુનો ડ્રેસ, જાણો શું છે ખાસ ?

ઇન્ડિયા વિરુદ્ધ ટીમ ઑસ્ટ્રેલિયા પહેરશે 32 વર્ષ જુનો ડ્રેસ, જાણો શું છે ખાસ ?

 | 5:24 pm IST

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે 12 જાન્યુઆરીથી ત્રણ મેચની વન-ડે શ્રેણી શરૂ થવા જઇ રહી છે. જેને ધ્યાનમાં લઇ બન્ને ટીમ પોતાની કમર કસી રહી છે. ત્યારે ટીમ ઑસ્ટ્રેલિયાએ પોતાના વન-ડે મેચ માટેના ડ્રેસને લઇને મોટો ફેરફાર કર્યો છે.

જ્યારે આ વખતે ઑસ્ટ્રે્લિયામાં રમાવા જઇ રહેલી Gillette ODI સિરીઝમાં કંઇક ખાસ થવા જઇ રહ્યું છે. આ વખતે વન-ડે મેચમાં ભારત વિરુદ્ધ ટીમ ઑસ્ટ્રેલિયા 32 વર્ષ જુનો ડ્રેસ પહેરવા જઇ રહી છે. 1986માં પહેલીવાર એલન બૉર્ડરની કપ્તાની હેઠળ ટીમ ઑસ્ટ્રેલિયા દ્વારા આ ડ્રેસ પહેરવામાં આવ્યો હતો. જેમાં ડ્રેસનો કલર ગ્રીન અને ગોલ્ડન હતો. જ્યારે આ વખતે ભારત વિરુદ્ધ રમાવા જઇ રહેલી વન-ડેમાં પણ ઑસ્ટ્રેલિયા આ જ ડ્રેસમાં જોવા મળશે.

વર્ષ 1986માં એલન બૉર્ડરની કપ્તાની હેઠળ ઑસ્ટ્રેલિયાની ટીમ દ્વારા આ ડ્રેસ પહેરવામાં આવ્યો હતો, જ્યારે ફરી હવે વર્ષ 2019માં ઑસ્ટ્રેલિયા દ્વારા ભારત વિરુદ્ધ રમાવા જઇ રહેલી વન-ડે મેચમાં પણ આ જ ડ્રેસ પહેરશે. જ્યારે આ મેચ સાથે ઑસ્ટ્રેલિયાની ટીમ માટે વધુ એક ખાસ વાત જોડાયેલી છે, જેમાં 8 વર્ષના લાંબા સમયબાદ ટીમના ફાસ્ટ બોલર પીટર સિડલ વાપસી કરી રહ્યા છે. તેમણે પોતાની છેલ્લી વન-ડે સિરીઝ વર્ષ 2010માં રમી હતી.

કોણ-કોણ થશે ટીમમાં સામેલ ?

ઑસ્ટ્રેલિયાના પ્રવાસ પર જઇ રહેલી ભારતીય ટીમમાં વિરાટ કોહલી ( કપ્તાન ), રોહિત શર્મા (ઉપ-કપ્તાન), લોકેશ રાહુલ, શિખર ધવન, અંબાતી રાયુડૂ, દિનેશ કાર્તિક , કેદાર જાધવ, મહેન્દ્ર સિંઘ ધોની(વિકેટકીપર), હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, રવીન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, અલીલ અહમદ, મોહમ્મદ શમી અને યજવેન્દ્ર ચહલનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જ્યારે ઑસ્ટ્રેલિયાની વન-ડે ટીમમાં આરોન ફિંચ (કપ્તાન), ઉસ્માન ખ્વાજા, શૉન માર્શ, પીટર હૈંડ્સકૉમ્બ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, મિશેલ માર્શ, એલેક્સ કેરી, જેય રિચર્ડસન, બિલી સ્ટાનલેક, જેસન બેહરેનડોર્ફ, પીટર સિડલ, નાથન લિયોન, એડમ જંપાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.