Terrifying moment woman feeding sharks is pulled into water
  • Home
  • Featured
  • શાર્કને ખાવાનું ખવડાવવું આ મહિલાને પડ્યું મોંઘુ, જુઓ Video

શાર્કને ખાવાનું ખવડાવવું આ મહિલાને પડ્યું મોંઘુ, જુઓ Video

 | 5:49 pm IST

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. એક મહિલા શાર્કને સમુદ્ર કિનારે ખાવાનું ખવડાવવાની કોશિશ કરી રહી હતી. તે સમયે શાર્ક આવી અને મહિલા પર અટેક કર્યો હતો. શાર્કે તે મહિલાને પગ પકડીને ખેંચીને પાણીમાં અંદર ખેચવાનો પ્રયાસ કર્યો હતો.

આજુ-બાજુના લોકોએ તેમને બચાવી લીધા હતા. પર્થની રહેવાવાળી મેલીસા બ્રેનીંગ રજાઓ માણવા ડુંગોંગ કિનારે ગઈ હતી. જ્યાં તેઓ શાર્કને ખવડાવવાની કોશિશ કરી રહી હતી. તે સમતે મેલીસા યાર્ટ પર ઉભી હતી. તે જ સમયે ત્યાં 3થી 4 શાર્ક પહોંચી ગઈ હતી.

મેલીસાના ફ્રેન્ડસ પાછળ ઉભા રહીને વિડીયો ઉતારી રહ્યા હતા. તે જ સમયે શાર્ક આવી અને મેલીસાનો પગ ખેંચ્યો હતો. તે સમયે મેલીસાના ફ્રેન્ડે તેમને પાછળ ખેંચી લીધી હતી.