mickey edwards narrow escape after batsman smashes shot
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: ખેલાડીએ એવો શોટ માર્યો કે બોલરની આંગળીઓ ભાંગી નાખી, હાથ આડે ના નાખ્યો હોત તો જીવ…

VIDEO: ખેલાડીએ એવો શોટ માર્યો કે બોલરની આંગળીઓ ભાંગી નાખી, હાથ આડે ના નાખ્યો હોત તો જીવ…

 | 5:24 pm IST

ક્રિકેટનાં મેદાનમાં ઘણી વખત એવી ઘટનાં બનતી હોય છે કે જેનાથી ખેલાડીનો જીવ પણ જઈ શકે છે. કંઈક એવી જ ઘટનાં બની હતી એશેજ સિરીઝમાં સ્ટીવ સ્મિથ સાથે. હવે બીજી એક ઘટના બની કે જેમાં જો ખેલાડીની થોડી પણ લાપરવાહી થઈ હોત તો મોટી નુકશાની થઈ શકે એમ હતી. ત્યાં સુધી કે જીવ જઈ શકે એમ હતો.

ઓસ્ટ્રેલિયાના ઘરેલુ વન ડે મેચમાં રવિવારે ન્યૂ સાઉથ વેલ્સ અને ક્વીસલેન્ડ વચ્ચે મેચ હતો. જેમાં ન્યૂ સાઉથ વેલ્સના ફાસ્ટ બોલર મિક્કી એડવર્ડસ પોતે ફેકેંલા જ બોલના લીધે પોતાનો જીવ ગુમાવતા ગુમાવતા બચી ગયા.

બન્યું એવું કે ક્વીસલેન્ડનાં બેટ્સમેને જોરદાર ચોટ માર્યો અને સીધો બોલરના માથા પર જ વાગવાનો હતો. પરંતુ તેણે તરત જ હાથથી બચાવ કામ કર્યું અને બચી ગયો. જો હાથ સમય પર આડે ના આવ્યો હોત તો મોટી દુર્ઘટનાં બની જવાની હતી. આ વીડિયો હાલમાં ખુબ શેર થઈ રહ્યો છે. જો કે cricket.com.au એ વીડિયો શેર કરતા કહ્યું કે હવે એડવર્ડસ બિલકુલ સારી હાલતમાં છે અને બધું બરાબર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન