Australian Captain Tim Paine may retire after Summer
  • Home
  • Sports
  • Cricket
  • ટૂંક સમયમાં સંન્યાસ લઈ શકે છે ઓસ્ટ્રેલિયાનો ટેસ્ટ કેપ્ટન, કહી આ મોટી વાત

ટૂંક સમયમાં સંન્યાસ લઈ શકે છે ઓસ્ટ્રેલિયાનો ટેસ્ટ કેપ્ટન, કહી આ મોટી વાત

 | 10:47 pm IST

ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમનાં કેપ્ટન ટીમ પેને સોમવારે કહ્યું કે, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામે રમાનારી ટેસ્ટ સીરિઝ બાદ થઈ શકે કે તે ક્રિકેટને અલવિદા કહી દે. પેન દ્વારા કહેવામાં આવ્યું કે, આ મારું અંતિમ સમર હોય શકે છે. હું તેને લઈને નિશ્ચિત નથી. પણ હું તેની મજા માણી રહ્યો છું. હું શારીરિક અને માનસિક રીતે સારું ફિલ કરી રહ્યો છું.

પેને કહ્યું કે, મને ખબર છે કે જ્યારે તમે મારી ઉંમર સુધી આવી જાવ છો તો વસ્તુઓ જલ્દીથી બદલાઈ જાય છે. હું આ સમર માટે પૂરી રીતે તૈયાર છું. તેનાથી આગળ હું વિચારી શકતો નથી. હું જાણું છું કે મારે શું કરવું જોઈએ અને મારે શું હાંસલ કરવાનું છે.

પેને કહ્યું કે, જ્યારે તમે ઓસ્ટ્રેલિયાનાં કેપ્ટન પણ હોય છો અને ઓસ્ટ્રેલિયાનાં વિકેટકીપર પણ, તો આ બંને સૌથી વધારે ટીકાઓનો સામનો કરતાં સ્થાન છે. આ સમયે હું બંને પર છું. મને ખબર છે કે હું હંમેશા લોકોનાં નિશાના પર રહું છું.

પેને સ્ટીવ સ્મિથ પાસેથી ટીમની કેપ્ટનશિપ લીધી હતી. જેણે સાઉથ આફ્રિકામાં બોલ ટેમ્પરિંગને કારણે એક વર્ષના પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો. સ્મિથ પર સાથે જ બે વર્ષ સુધી કેપ્ટન ન રહેવાનો પ્રતિબંધ પણ છે.

આ વીડિયો પણ જુઓઃ

નિત્યાનંદના અત્યાચાર સામે બાળકોના માતા – પિતાનો બળાપો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન