Australia : NRI Ather to show support to Revocation of Article-370
  • Home
  • Featured
  • ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળના લોકો આવ્યા PM મોદીના સમર્થનમાં, પાકિસ્તાનને બતાવી તેની હેસિયત

ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળના લોકો આવ્યા PM મોદીના સમર્થનમાં, પાકિસ્તાનને બતાવી તેની હેસિયત

 | 4:18 pm IST

પાકિસ્તાન ભારતના કાશ્મીર મામલે લેવાયેલા નિર્ણયના આંતરીક મામલે હસ્તક્ષેપ કરી રહ્યું છે. દુનિયાભરમાં ભારત વિરૂદ્ધ ગાણા ગાઈ રહ્યું છે. જેનો ભારતીય નાગરિકો જ સણસણતો જવાબ આપ્યો છે. ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળના ઓસ્ટ્રેલિયન નાગરિકો જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370ને ખતમ કરવાના સમર્થનમાં મેલબર્નમાં ભેગા થયાં અને પાકિસ્તાનને તેનો અસલી ચહેરો દેખાડ્યો છે.

વિક્ટોરિયન સ્ટેટ પાર્લિયામેન્ટથી ફેડરેશન સ્ક્વેરસુધી કાશ્મીરી પંડિતોના નેતૃત્વમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં કાશ્મીર મામલે ભારત સરકારે લીધેલા નિર્ણયને લઈને પોતાનું સમર્થન વ્યક્ત કરવામાં આવ્યું હતું.

મોદી સરકાર તરફથી કલમ 370 હટાવાયા બાદથી પાકિસ્તાન એટલું અકળાયું છે કે હવે તે ભારત વિરુદ્ધ નીત નવા ષડયંત્ર રચી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રથી લઈને અન્ય મંચો પર આંતરરાષ્ટ્રીય ફજેતી થયા બાદ પણ પાકિસ્તાન પોતાના નાપાક હરકતો છોડતું નથી. ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યાં મુજબ હવે પાકિસ્તાન સોશિયલ મીડિયા દ્વારા લોકોને ભડકાવી રહ્યું છે. આ સાથે જ તે નાગાલેન્ડના ઉગ્રવાદીઓ સુધી પણ પોતાની પહોંચ વધારી રહ્યું છે.

હવે ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીય મૂળના નાગરિકોએ વિક્ટોરિયન સ્ટેટ પાર્લિયામેન્ટથી લઈને ફેડરેશન સ્ક્વેર સુધી એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ ભારતીય નાગરિકોના હાથમાં મોટા મોટા બેનર્સ હતાં. જેમાં ભારત સરકારે કાશ્મીર મામલે લીધેલા નિર્ણયને લઈને સહમતિ વ્યક્ત કરવામાં આવી હતી. જ્યારે પાકિસ્તાનને તેનું દર્પણ દેખાડ્યું હતું.

આ વીડિયો પણ જુઓ : રાજકોટમાં ધારાસભ્ય અરવિંદ રૈયાણીની ઓડિયો ક્લીપ વાયરલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન