ઓસ્ટ્રેલિયન કોચે IPL પર ઉઠાવ્યા ગંભીર સવાલ, તેને જ કારણે આટલાં બધા ખેલાડીઓ થયા ઈજાગ્રસ્ત

ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેંગર (Justin Langer)ને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) પસંદ છે. પણ તેઓએ ગત સિઝનની ટાઈમિંગ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેઓએ કહ્યું કે હાલની સીરિઝમાં ભારત અને ઓસ્ટ્રેલિયાનાં આટલાં બધા ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા છે તેની પાછળ આ લીગનું પણ યોગદાન છે. સીરિઝની ચોથી ટેસ્ટ 15 જાન્યુઆરી બ્રિસ્બેનમાં શરૂ થશે. હાલ ટેસ્ટ સીરિઝ 1-1થી બરાબર છે.
કોરોના મહામારીને કારણે IPL સપ્ટેમ્બરથી નવેમ્બર વચ્ચે UAEમાં રમાઈ હતી. સામાન્ય રીતે તે એપ્રિલ-મેમાં ભારતમાં થાય છે. IPL બાદથી ભારતના અનેક ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા છે અને ઓસ્ટ્રેલિયાની ટીમ પણ ફિટનેસ સામે ઝઝૂમી રહી છે. લેંગરે એક મીડિયા સંબોધનમાં કહ્યું કે, આ સિઝનમાં ઈજાગ્રસ્તોનું લિસ્ટ લાંબુ છે. મને લાગે છે કે IPL 2020ની ટાઈમિંગ યોગ્ય ન હતું. ખાસ કરીને આટલી મોટી સીરિઝ પહેલાં તો ક્યારેય નહીં.
ભારતના પ્રમુખ ખેલાડી મોહમ્મદ શમી, કેએલ રાહુલ અને ઉમેશ યાદવ ઈજાને કારણે સીરિઝથી બહાર તો થયા જ હતા. પણ હવે તાજેતરમાં જ રવીન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહનું નામ પણ જોડાઈ ગયું છે. ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર પણ પહેલી બે મેચ રમી શક્યો ન હતો.
લેંગરે જો કે, IPLની પ્રશંસા કરતા કહ્યું કે, મને આઈપીએલ પસંદ છે. આ એ રીતની જ છે જેવી મારા યુવાનીમાં કાઉન્ટી ક્રિકેટ હતું. કાઉન્ટી રમીને ક્રિકેટ કૌશલ વિકસિત થાય છે અને આઈપીએલથી રમતમાં નિખાર આવી રહ્યો છે. પણ આ વખતે તેનું ટાઈમિંગ ઠીક ન હતું. બંને ટીમોમાં કેટલાં ખેલાડીઓ ઈજાગ્રસ્ત છે. જે આઈપીએલની અસર પણ હોઈ શકે છે. મને આશા છે કે તેની સમીક્ષા કરવામાં આવશે.
આ વીડિયો પણ જુઓઃ ખેડામાં માર્ગ અકસ્માતમાં 12 લોકો ઘાયલ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન