Australian Cricketer Aaron Finch praised virat kohli and his performance
  • Home
  • Sports
  • Cricket
  • ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી એરોન ફિંચે વિરાટને લઈ આપ્યું ચોંકાવનારું નિવેદન, કહ્યું- દબાણમાં પણ કોહલીએ…

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી એરોન ફિંચે વિરાટને લઈ આપ્યું ચોંકાવનારું નિવેદન, કહ્યું- દબાણમાં પણ કોહલીએ…

 | 4:36 pm IST

કોરોના મહામારીના કારણે લોકડાઉન રહેતા છેલ્લા ઘણા સમયથી ઇન્ટરનેશનલ ક્રિકેટ ઠપ્પ છે. જો કે હવે ધીમે-ધીમે પરિસ્થિતિઓ સામાન્ય થતા જલ્દી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શરૂ થવા જઈ રહ્યું છે. આપને જણાવી દઈએ કે ઇન્ટરનેશનલ ક્રિકેટની વાપસી 8 જુલાઈથી ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 ટેસ્ટ મેચની સીરીઝ સાથે થશે. જે એકદમ સુરક્ષિત માહોલમાં થશે.

આ વચ્ચે ઓસ્ટ્રેલિયાના મર્યાદિત ઓવરોના કેપ્ટન એરોન ફિંચે ટીમ ઈન્ડિયાના સુકાની વિરાટ કોહલીને લઈ મોટું નિવેદન આપ્યું છે. ફિંચે કહ્યું કે ભારતમાં ક્રિકેટની લોકપ્રિયતા ઘણી છે જેના કારણે અપેક્ષાઓનો ભાર પણ વધુ છે. પરંતુ વિરાટ કોહલીએ એક સુકાની તરીકે ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું છે. ફિંચે કહ્યું કે ખેલાડીઓ ખરાબ પર્ફોમેન્સથી પસાર થયા છે પરંતુ વિરાટ કોહલી, સ્ટીવ સ્મિથ, રિકી પોન્ટિંગ અને સચિન તેંડુલકર અપવાદ છે.

એક ખાનગી ચેનલના શોમાં ફિંચે કહ્યું કે,‘દરેક ખેલાડી એક ખરાબ સમયથી પસાર થાય છે. પરંતુ કોહલી, સ્મિથ, પોન્ટિંગ અને તેંડુલકર એવા ખેલાડીમાં છે જેમનું ફોર્મ ક્યારેય પણ સતત બે સીરીઝમાં ખરાબ નથી રહ્યું.’ ફિંચે કહ્યું કે,‘ભારત માટે રમવાનું દબાણ અલગ હોય છે અને કેપ્ટન્સીનુ અલગ…અને જે રીતે કોહલી બંને પર કામ કરી રહ્યો છે તે ખૂબ લાજવાબ છે.’ ફિંચે કહ્યું કે,‘ધોની બાદ કોહલીએ સુકાની તરીકે અદ્ભુત પ્રદર્શન કર્યું છે. સતત સારા ફોર્મમાં રહેવું અને ત્રણે ફોર્મેટમાં સતત સારું રમવું ખૂબ જ પ્રભાવશાળી છે. વન ડે ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ બેટ્સમેન હોવું અને પછી ટેસ્ટ અને ટી20માં સફળતાનું પુનરાવર્તન કરવું વખાણ કરવા યોગ્ય છે.’

આ વીડિયો પણ જુઓ: અમદાવાદ એક સત્રની સ્કૂલ ફી માફીની માગ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન