બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ ICC T20 World Cup 2026 માંથી બહાર થઈ ગઈ છે. હવે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણય થોડીવાર પહેલા જ લેવામાં આવ્યો હતો. હવે સવાલ એ છે કે આ ટુર્નામેન્ટમાં બાંગ્લાદેશનું સ્થાન કઈ ટીમ લેશે. આ નિર્ણય પહેલાથી જ લેવામાં આવ્યો છે, પરંતુ ICC તરફથી હજુ જાહેરાત બાકી છે. તમને જણાવી દઈએ કે ટીમનું નામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ICCએ આપ્યું હતું અલ્ટીમેટમ ICCના કડક વલણ સામે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રયાસો આખરે નિષ્ફળ ગયા. ICCએ બુધવારે સ્પષ્ટ કર્યું હતું કે જો બાંગ્લાદેશ T20 વર્લ્ડકપમાં રમવા માગે છે તો તેણે ભારતનો પ્રવાસ કરવો પડશે. જો ટીમ ના પાડશે તો તેમને બહાર કાઢવામાં આવશે. આ પછી બાંગ્લાદેશને વિચારવા માટે એક દિવસ આપવામાં આવ્યો હતો, જે આજે ગુરુવારે સમાપ્ત થયો. આ દરમિયાન બાંગ્લાદેશે રમવા માટે ભારતનો પ્રવાસ ન કરવાનો નિર્ણય લીધો અને તે તેમની વર્લ્ડકપની રમતનો અહીં અંત આવ્યો. સ્કોટલેન્ડની ટીમ હવે T20 વર્લ્ડકપ મેચ રમશે આ દરમિયાન બીજી ટીમનું પણ નામ પણ નક્કી કરવામાં આવશે. ICC રેન્કિંગના આધારે સ્કોટલેન્ડ હવે T20 વર્લ્ડકપ 2026માં સામેલ થશે. સ્કોટલેન્ડને બાંગ્લાદેશ ક્રિકેટ ટીમની જેમ જ ગ્રુપ C માં રાખવામાં આવશે. આનો અર્થ એ થયો કે શેડ્યુલમાં કોઈ ફેરફાર થશે નહીં. સ્કોટલેન્ડ હવે બાંગ્લાદેશ જે મેચ રમવાનું હતું તે જ મેચ સ્કોટલેન્ડ રમશે. બાંગ્લાદેશની ટીમ પહેલી મેચ 7 ફેબ્રુઆરીએ રમવાનું હતું ICCએ બાંગ્લાદેશને જે ગ્રુપમાં રાખ્યું છે, તેમાં વેસ્ટ ઈન્ડિઝ, ઈટાલી, ઈંગ્લેન્ડ અને નેપાળનો સમાવેશ થાય છે. સ્કોટલેન્ડ હવે આ ગ્રુપમાં બાંગ્લાદેશનું સ્થાન લેશે. T20 વર્લ્ડકપ 2026ની પહેલી મેચ 7 ફેબ્રુઆરીએ રમાશે. પહેલા દિવસે ત્રણ મેચ રમાશે. બાંગ્લાદેશને કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં વેસ્ટ ઈન્ડિઝ સામે તે જ દિવસે રમવાનું હતું. હવે આ મેચ તો રમાશે, પરંતુ બાંગ્લાદેશને બદલે વેસ્ટ ઈન્ડિઝ અને સ્કોટલેન્ડની ટીમો એકબીજા સામે ટકરાશે. આ પણ વાંચો: Team Indiaની હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે કર્યો મોટો ખુલાસો