આ વૃદ્ધના લોહી થકી બચ્યા 24 લાખ બાળકોના જીવ, જાણો હકીકત - Sandesh
NIFTY 10,536.70 +20.00  |  SENSEX 34,651.24 +35.11  |  USD 68.0400 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • આ વૃદ્ધના લોહી થકી બચ્યા 24 લાખ બાળકોના જીવ, જાણો હકીકત

આ વૃદ્ધના લોહી થકી બચ્યા 24 લાખ બાળકોના જીવ, જાણો હકીકત

 | 6:17 pm IST

ઓસ્ટ્રેલિયાના જેમ્સ હૈરીસન છેલ્લા 60 વર્ષોથી બલ્ડ ડોનેટ કરી રહ્યા છે જેના કારણે અત્યાર સુધીમાં તેઓએ 24 લાખ બાળકોનો જીવ બચાવ્યો છે. આ માટે તેમના હાથને “ગોલ્ડન આર્મ” કહેવામાં આવે છે અને તેમને ભગવાનની ઉપાધી આપવામા આવી છે. ડોક્ટરના કહેવા મુજબ 81 વર્ષના વૃધ્ધના લોહીમાં એક ખાસ વિશેષતા જોવા મળે છે, જે સામાન્ય લોકોના લોહીમાં નથી હોતી. તેમના લોહીમાં એક ખાસ યુનિક એંટીબોડી છે જેને એંટી-ડી કહેવામાં આવે છે.

આ એંટી બોડી ગર્ભમાં ઉછરી રહેલા તમામ બાળકોના ડેમેજ બ્રેઇન કે અન્ય ઘાતક બીમારીઓ સામે લડવાની શક્તિ આપે છે. ડોક્ટર જણાવે છે કે વીતેલા 60 વર્ષમાં જેમ્સના બ્લડ ડોનેશન થકી લાખો બાળકોનો જીવ બચી શક્યો. કારણ કે જો તેમનું લોહી ન મળ્યું હોત તો આ બાળકોનું ગર્ભમાં જ મોત થઇ જાત.

આ વૃદ્ધે હાલના વર્ષોમાં 1200 વખત બલ્ડ ડોનેટ કર્યું છે. પરંતુ હવે ડોકટરોએ તેઓને તેમ કરવા માટે મનાઇ કરી દીધી છે. જેમ્સ હવે લોહી ન આપી શકવાને લઇને વિવશ થઇ જાય છે. તેઓના કારણે 1964થી અત્યાર સુધી અંદાજે 24 લાખ બાળકોનો જીવ બચ્યો છે.