'ચાર બંગડીવાળી ગાડી' ફેમ કાર્તિક પટેલનો સનસનીખેજ આરોપ,'કિંજલ દવે ચોર છે' - Sandesh
  • Home
  • Gujarat
  • ‘ચાર બંગડીવાળી ગાડી’ ફેમ કાર્તિક પટેલનો સનસનીખેજ આરોપ,’કિંજલ દવે ચોર છે’

‘ચાર બંગડીવાળી ગાડી’ ફેમ કાર્તિક પટેલનો સનસનીખેજ આરોપ,’કિંજલ દવે ચોર છે’

 | 11:04 am IST

‘ચાર બંગડીવાળી ગાડી’ વાળી ગાયિકા કિંજલ દવેને કોર્મિશયલ કાર્યક્રમોમાં આ ગીત નહિ ગાવા માટે અમદાવાદની કોર્મિશયલ કોર્ટે આદેશ કર્યો છે. કોર્ટે આ વચગાળાના હુકમની સાથે ગાયિકા દ્વારા ગવાયેલ ગીત ઈન્ટરનેટ પરથી હટાવી લેવા માટે અને ગીત કોઈને વેચવામાં ના આવે તેવો પણ આદેશ કર્યો છે. ઓસ્ટ્રેલિયામાં કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતા ગુજરાતી યુવક કાર્તિક પટેલે કોપીરાઈટનો દાવો કર્યો છે અને જણાવ્યું છે કે, આ ગીત પોતે જ લખ્યું અને ગાયું છે, કિંજલ દવેએ તો તેની કોપી મારી છે એટલે કે, નકલ કરી છે.

ઓસ્ટ્રેલિયામાં કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતા ગુજરાતી યુવક કાર્તિક પટેલે સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરતા જણાવ્યું કે, આ ગીત તેમણે વર્ષ 2016માં ગાયુ હતું અને તેમને જણાવ્યું કે તેમને ન્યાય મળતા ખુબ જ સમય લાગી ગયો પરંતુ આખરે વિજય સત્યનો થયો છે. અને તેમને અમદાવાદની કોર્મિશયલ કોર્ટનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

આ સાથે જ કાર્તિક પટેલે મનુ રબારીને પણ ઉઠાંતરીખોર ગણાવ્યા હતાં. અને તેમણે જણાવ્યું હતું કે, તેમની પાસે આ ગીતના તમામ ડિઝિટલ પુરાવાઓ છે. તેથી તેઓ અંત સુધી આ કેસમાં લડત આપશે.

વીડિયોમાં સાંભળો કાર્તિક પટેલ સાથે સંદેશ ન્યૂઝની વાતચીત

તમને જણાવી દઇએ કે, કિંજલ દવે 22મી જાન્યુઆરીની આગામી સુનાવણી સુધી કોર્મિશયલ કાર્યક્રમોમાં આ ગીત નહીં ગઇ શકે. કોર્ટે આ વચગાળાના હુકમની સાથે ગાયિકા દ્વારા ગવાયેલ ગીત ઈન્ટરનેટ પરથી હટાવી લેવા માટે અને ગીત કોઈને વેચવામાં ના આવે તેવો પણ આદેશ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન