Australian Skipper Talking About Ball Tampering Against India
  • Home
  • Sports
  • Cricket
  • ભારત સામે ઑસ્ટ્રેલિયાએ કર્યું ‘બૉલ ટેમ્પરિંગ’? ઑસ્ટ્રેલિયન કેપ્ટને કરી સ્પષ્ટતા

ભારત સામે ઑસ્ટ્રેલિયાએ કર્યું ‘બૉલ ટેમ્પરિંગ’? ઑસ્ટ્રેલિયન કેપ્ટને કરી સ્પષ્ટતા

 | 7:15 pm IST

ભારત અને ઑસ્ટ્રેલિયાની વચ્ચે લંડનનાં ઑવલ મેદાન પર રમાઈ રહેલી મેચમાં ઑસ્ટ્રેલિયાનો સ્પિનર એડમ ઝમ્પા કેમેરામાં બૉલ સાથે કંઇક એવું કરતા જોવા મળ્યો જેને લઇને સોશિયલ મીડિયા પર ફરી એકવાર ઑસ્ટ્રેલિયાએ બૉલ ટેમ્પરિંગ કર્યું હોવાનો પ્રશ્ન ઉઠ્યો હતો. ઑસ્ટ્રેલિયાઈ સ્પિનર એડમ ઝમ્પા પોતાના પહેલા સ્પેલમાં બૉલ સાથે છેડછાડ કરતો જોવા મળ્યો હતો. મેચ દરમિયાન જોવા મળ્યું હતુ કે એડમ ઝમ્પા રનઅપની તરફ જતા પોતાના ખિસ્સામાંથી કંઇક નીકાળીને બૉલ પર રગડી રહ્યો છે અને ત્યારબાદ તે બૉલ ફેંકે છે.

ફિંચે કહ્યું, “તે દરેક મેચમાં પોતાના ખિસ્સામાં હેન્ડ વૉર્મર રાખે છે”

આ મામલે ઑસ્ટ્રેલિયાની ટીમનાં કેપ્ટન એરૉન ફિંચે સ્પષ્ટતા કરી છે. એરૉન ફિંચે ભારત સામે બૉલ ટેમ્પરિંગની વાતને ફગાવી દીધી છે. તેણે એડમ ઝમ્પાનો બચાવ કરતા કહ્યું કે, “તે દરેક મેચમાં પોતાના ખિસ્સામાં હેન્ડ વૉર્મર (હાથને ગરમ કરવાનું કપડું) રાખે છે. બની શકે છે કે તે હેન્ડ વૉર્મર જ હોય.” ફિંચે કહ્યું કે, “મે હજુ સુધી એ તસવીરો નથી જોઇ જે વાયરલ થઈ રહી છે. આ તેના ખિસ્સામાં દરેક મેચમાં હોય છે. અત્યારે હું આ વિશે કંઇ વધારે કહી ના શકું, પરંતુ તે દરેક મેચમાં પોતાના ખિસ્સામાં હેન્ડ વૉર્મર રાખે છે.”

12 જૂનનાં પાકિસ્તાન સામે ટકરાશે ઑસ્ટ્રેલિયા

જો કે અત્યાર સુધી બૉલ સાથે છેડછાડ કરી હોવાની કોઇપણ વાત સત્તાવાર રીતે સામે આવી નથી અને ભારતીય ટીમ તરફથી પણ આ વિશે કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવી. આ મેચમાં ભારત સામે ઑસ્ટ્રેલિયાનો 36 રને પરાજય થયો હતો. ઑસ્ટ્રેલિયાએ પોતાની આગામી મેચ 12 જૂનનાં પાકિસ્તાન સામે રમવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન