ઓસ્ટ્રેલિયન વુમન ક્રિકેટર્સે વડોદરામાં મહિલા પોલીસ સ્ટેશનમાં વિતાવ્યો દોઢ કલાક - Sandesh
NIFTY 10,741.10 -30.95  |  SENSEX 35,432.39 +-114.94  |  USD 67.9800 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Baroda
  • ઓસ્ટ્રેલિયન વુમન ક્રિકેટર્સે વડોદરામાં મહિલા પોલીસ સ્ટેશનમાં વિતાવ્યો દોઢ કલાક

ઓસ્ટ્રેલિયન વુમન ક્રિકેટર્સે વડોદરામાં મહિલા પોલીસ સ્ટેશનમાં વિતાવ્યો દોઢ કલાક

 | 9:23 pm IST

ભારત સાથે ત્રણ વન ડે મેચની શ્રુંખલા રમવા માટે વડોદરા આવેલી ઓસ્ટ્રેલિયન વુમન ક્રિકેટ ટીમે આજે આરામના દિવસે શહેરના મહિલા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. મહિલા પોલીસની કાર્યપધ્ધતીથી પ્રભાવિત થયેલી ટીમે લગભગ દોઢ થી બે કલાક મહિલા પોલીસ સ્ટેશનમાં વિતાવ્યો હતો.

પોલીસ કમિશનર મનોજ શશીધરે જણાવ્યુ હતુ કે, મહિલા ક્રિકેટ ટીમ સવારે ૯ વાગે મહિલા પોલીસ સ્ટેશને આવી હતી. ભારતમાં મહિલા પોલીસ કેવી રીતે કામ કરે છે અને કેવી રીતે ફરીયાદ દાખલ થતાં પહેલા દંપતી સાથે વ્યહવાર કરે છે તે હકિકત જાણીને ખુબ પ્રભાવિત થયાં હતા.

મહિલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એચ.ડી. વ્યાસે જણાવ્યુ હતુ કે, ઓક્સપમ નામની એનજીઓએ આ મુલાકાત ગોઠવી હતી. મહિલાઓ માટે કામ કરતી અભયમની કામગીરી સમજી હતી અને પીબીએસસી દ્વારા ફરીયાદ નોંધતા પહેલાં પતિ અને પત્નીના કરવામાં આવેલા કાઉન્સેલીંગ અંગે જાણકારી મેળવી હતી. પાંચ દંપતી સાથે પણ મહિલા ક્રિકેટરોએ દુભાસીયાઓના માધ્યમથી વાતચીત કરી હતી. ફરીયાદ આપવા આવ્યા ત્યારે અને વિવિધ તબક્કે કાઉન્સેલિંગ કર્યા પછીના અનુભવો જાણીને તેઓ આૃર્યચકિત થયાં હતા. મહિલા પોલીસ સ્ટેશનમાં દોઢ કલાકના ટૂંકા રોકાણ દરમિયાન ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટરોએ બ્લેક ટી અને બ્લેક કોફી લીધા હતા.