Australian women Cricketer ellyse perry operation successful
  • Home
  • Corona live
  • સચિનને પડકારનાર આ ખેલાડીને રડતા-રડતા જવું પડ્યું મેદાનની બહાર, હવે આવ્યા આ સમાચાર

સચિનને પડકારનાર આ ખેલાડીને રડતા-રડતા જવું પડ્યું મેદાનની બહાર, હવે આવ્યા આ સમાચાર

 | 4:49 pm IST

કોરોના વાયરસના કારણે હાલ દુનિયાભરમાં ક્રિકેટ મેચ રદ છે. આ સાથે દરેક રમત સ્પર્ધા પણ મુલતવી અને રદ કરવામાં આવી છે. ઉપરાંત, ટોક્યો ઓલિમ્પિકનું આયોજન પણ એક વર્ષ માટે મુલતવી રાખવામાં આવ્યું છે અને ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) પણ રદ થવાની મજબૂત સંભાવના દેખાઈ રહી છે. એવી સ્થિતિમાં દરેક ખેલાડી હાલ પોતાના ઘરે ફેમિલી સાથે સમય પસાર કરી રહ્યા છે. પરંતુ કેટલાક ખેલાડી એવા પણ છે જે ઇજાની સારવાર કરાવી રહ્યા છે.

આવી એક ખેલાડી છે ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમની ઓલરાઉન્ડર એલિસ પેરી, જે હાલ પોતાની ઈજાનું ઓપરેશન કરાવી રહી છે. જે તેને મહિલા ટી20 વર્લ્ડ કપ દરમિયાન થઈ હતી. આપણે જણાવી દઈએ કે એલિસ પેરી સ્નાયુઓની તકલીફના કારણે મહિલા ટી20 વર્લ્ડ કપના સેમીફાઇનલ અને ફાઇનલમાંથી બહાર થઈ હતી. ત્યારે હવે એવી માહિતી મળી છે કે અલિસ પેરીનું ઓપરેશન સફળ રહ્યું છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ લીગ મેચમાં ફિલ્ડિંગ દરમિયાન તેને આ ગંભીર ઇજા થઈ હતી અને તે રડતા-રડતા મેદાનની બહાર ગઈ હતી. મીડિયા રિપોર્ટ મુજબ એલિસ પેરીને સંપૂર્ણ રીતે ફિટ થતા છ મહિનાનો સમય લાગી શકે છે.

સચિને તેંડુલકરને આપ્યો હતો પડકાર:

આપણે જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલ ભયંકર આગથી પ્રભાવિત વિસ્તારોની મદદ માટે ફંડ એકત્ર કરવા માટે મેલબર્નમાં એક ચેરિટી મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સચિન તેંડુલકરને એલિસ પેરીએ તેની બોલિંગમાં 6 બોલ રમવા પડકાર આપ્યો હતો. સચિને પણ આ પડકાર સ્વિકાર્યો હતો અને મેચની ઇનિંગ બ્રેકમાં સચિને એલિસ પેરીની એક ઓવર રમી હતી.

આ વીડિયો પણ જુઓ: રાજસ્થાન પગપાળા જનારા માટે સરકારે કરી બસની વ્યવસ્થા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન