Australians used to criticize Kohli for IPL, former captain Clarke's serious allegations
  • Home
  • Sports
  • Cricket
  • આ કારણે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ કોહલીની ચમચાગીરી કરતા હતા: માઇકલ ક્લાર્ક

આ કારણે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ કોહલીની ચમચાગીરી કરતા હતા: માઇકલ ક્લાર્ક

 | 10:00 pm IST

વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરઆંગણે ટેસ્ટ શ્રોણીમાં પરાજય આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાના કેટલાક ભૂતપૂર્વ ખેલાડીઓને પોતાના દેશમાં મળેલો પરાજય હજુ સુધી પચી શક્યો નથી અને તેમનું માનવું છે કે 2018-19માં રમાયેલી આ શ્રોણીમાં કાંગારુ પ્લેયર્સે કોહલી અને તેની ટીમ સામે વધારે પડતો સોફ્ટ કોર્નર રાખ્યો હતો જેના કારણે ટીમને પરાજયનો સામનો કરવો પડયો હતો.

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ સુકાની માઇકલ ક્લાર્કે ઓસ્ટ્રેલિયન પ્લેયર્સ સામે આક્ષેપ કર્યો છે કે અમારી ટીમના મોટા ભાગના ખેલાડીઓ આઇપીએલને ધ્યાનમાં રાખીને ભારત સામે પોતાની રણનીતિ તૈયાર કરતા હતા. આ કારણથી તેઓ કોહલી અને બાકીના ખેલાડીઓ સામે જરૂર કરતાં વધારે સોફ્ટ રહ્યા હતા અને સહેજ પણ સ્લેજિંગ કરતા નહોતા. ખેલાડીઓનું માનવું હતું કે કોહલી સાથે સારી મિત્રતા રાખવાના કારણે તેમને આઇપીએલમાં મોટી ડીમ હાંસલ થશે.

ક્લાર્કે ‘ધ બિગ સ્પોર્ટ્સ બ્રેકફાસ્ટ’ પ્રોગ્રામમાં આ પ્રકારના આક્ષેપ કર્યા હતા. 2018-19માં કોહલી અને તેની ટીમે 71 વર્ષના લાંબા ગાળા બાદ ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર શ્રોણી પરાજય આપનાર પ્રથમ ટીમ બનવાની સિદ્ધિ હાંસલ કરી હતી. આ પરાજયથી વ્યથિત થયેલા ક્લાર્કે જણાવ્યું હતું કે આ રમતના નાણાકીય મામલામાં ભારત કેટલું મજબૂત છે તે આપણે તમામ જાણીએ છીએ. આ બાબત ઇન્ટરનેશનલ સ્તરે અથવા તો આઇપીએલની સાથે ડોમેસ્ટિક લેવલે પણ લાગુ પડે છે. અમારા ખેલાડીઓ કોહલી એન્ડ કંપનીથી ડરેલા હતા કારણ કે તેમને એપ્રિલ (2019)માં તેમની સાથે જ આઇપીએલમાં રમવાનું હતું. આ કારણથી તેઓ સ્લેજિંગ કરવાથી પણ ડરતા હતા. ખેલાડીઓએ એવો પણ ભય હતો કે જો વધારે પડતું સ્લેજિંગ કરીશું તો આઇપીએલનો મોટો કોન્ટ્રાક્ટ હાથમાંથી સરકી જઈ શકે છે. ઘણા ખેલાડીઓને એવી પણ ચિંતા હતી કે જો તેમણે કોહલી સામે સ્લેજિંગ કર્યું તો તેનું પરિણામ આઇપીએલની હરાજીમાં ભોગવવું પડશે. વિશ્વભરની ટીમો વર્તમાન સમયમાં ભારતીય ટીમ સાથે ગણો સોફ્ટ કોર્નર રાખે છે.

આ વીડિયો પણ જુઓ : લોકડાઉનની સ્થિતિ વચ્ચે ખેડૂતોની હાલત કફોડી બની

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન