Auto Company May stop Production in Pakistan soon
  • Home
  • Business
  • કંગાળ પાકિસ્તાનમાં Auto ઉદ્યોગ બંધ થવાના આરે, કંપનીઓએ ભર્યું આઘાતજનક પગલુ

કંગાળ પાકિસ્તાનમાં Auto ઉદ્યોગ બંધ થવાના આરે, કંપનીઓએ ભર્યું આઘાતજનક પગલુ

 | 4:38 pm IST

પાકિસ્તાનમાં બે પ્રમુખ કાર નિર્માતા કંપનીઓએ કારોના ઉત્પાદન પર અસ્થાયી રોક લગાવી છે. પાકિસ્તાની મીડિયાના એક રિપોર્ટ મુજબ હોંડા અટલસ પાકિસ્તાને(એચએસીપી) કહ્યું કે કંપની આગામી દસ દિવસ માટે કારનું ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ કંપનીએ કહ્યું કે તેને આ નિર્ણય પાકિસ્તાનમાં કારના વેંચાણમાં એકાએક આવેલ ઘટાડાને જોતા લીધો છે. ઉપરાંત કંપનીએ કહ્યું કે તેની પાસે સ્ટોકમાં હાલ 2000 કાર વેંચાણ વગર પડી છે. એવી પરિસ્થિતિઓમાં કંપનીએ કાર ઉત્પાદન પર અસ્થાયી રીતે રોક લગાવી છે. પ્રાપ્ત માહિતી મુજબ પાકિસ્તાનમાં ઓટોમોબાઇલ ઉદ્યોગમાં મંદીના મુખ્ય કારણ બજેટમાં ટેક્સમાં વધારો અને પાકિસ્તાની ચલણનું અવમૂલ્યનને માનવામાં આવી રહ્યા છે.

આ સિવાય પાકિસ્તાનમાં ટોયટા મોડલની કાર બનાવતી કંપની ઇન્ડસ મોટર કંપની(આઈએમસી)ના સૂત્રોએ પાકિસ્તાની મીડિયાને જણાવ્યું કે કંપનીએ હાલની પરિસ્થિતિઓને જોતા એક મહિનામાં આઠ દિવસ ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય સુઝુકી મોટર કંપની પણ પાકિસ્તાનમાં ઉત્પાદન ચાલુ રાખવું કે પછી બંધ કરવું તે વિશે જલ્દી નિર્ણય લઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન