Auto Driver Praised PM Modi, Kiran Rijiju Shared Video
  • Home
  • Featured
  • PM મોદીની પ્રશંસામાં રિક્ષાવાળાએ કહી દીધું કંઇક એવું કે કેન્દ્રીય મંત્રીએ શેર કર્યો વિડીયો

PM મોદીની પ્રશંસામાં રિક્ષાવાળાએ કહી દીધું કંઇક એવું કે કેન્દ્રીય મંત્રીએ શેર કર્યો વિડીયો

 | 4:06 pm IST

2019 લોકસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ચુક્યુ છે. રાજકીય પાર્ટીઓ ઇલેક્શન કેમ્પેઇનમાં વ્યસ્ત છે અને તેમના લીડરને જનતાની વચ્ચે પ્રોજેક્ટ કરી રહ્યા છે. મોદી સરકારમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી કિરણ રિજ્જુએ મંગળવારનાં રોજ ટ્વિટ કર્યું, જે ઘણું જ વાયરલ થઇ રહ્યું છે. આ વિડીયોમાં એક રિક્ષાવાળો પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી રહ્યો છે. વિડીયોમાં મુંબઈનો રિક્ષાવાળો કહે છે કે, “મોદી જી કળયુગનાં ભગવાન છે…” સોશિયલ મીડિયા પર આ વિડીયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે.

કિરણ રિજ્જૂનાં જણાવ્યા પ્રમાણે આ વિડીયો અરૂણાચલ પ્રદેશનાં એક વિદ્યાર્થીએ બનાવ્યો છે અને તેમને મોકલ્યો છે. તેમણે લખ્યું કે, “આ વિડીયો અરૂણાચલ પ્રદેશનાં એક વિદ્યાર્થીએ શેર કર્યો છે. જે. કોલૉન્ગ મુંબઈમાં પોતાની નાની બહેનની સારવાર માટે ગયા હતા. રિક્ષાવાળા સાથે તેમની ત્યારે વાત થઇ જ્યારે તેઓ હૉસ્પિટલ જઇ રહ્યા હતા. ઑટો ડ્રાઇવર અરૂણાચલ પ્રદેશને પણ જાણે છે અને પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી.”