Auto Driver's Daughter Selected For Karnataka State Cricket Team
  • Home
  • Sports
  • Cricket
  • રિક્ષા ચાલક પિતાના વિશ્વાસ પર ખરી ઉતરી દીકરી, દેશમાં નામ કરશે રોશન

રિક્ષા ચાલક પિતાના વિશ્વાસ પર ખરી ઉતરી દીકરી, દેશમાં નામ કરશે રોશન

 | 6:48 pm IST

7, જાન્યુઆરી, 2019 નગમા આ દિવસ પોતાના જીવનમાં ક્યારેય નહીં ભૂલી શકે, આ દિવસે નગમાના જીવનમાં એક ખાસ ઉપલબ્ધી જોડાઇ ગઇ છે. આ દિવસે નગમા જ્યારે ઉંઘમાંથી ઉઠ્ઠી કે તેણીને ખબર પડી કે કર્ણાટકની અંડર 16 ગર્લ્સ ટીમમાં તેને સિલેક્ટ કરી લેવામાં આવી છે. આ સમાચાર મળતાની સાથે જ નગમાની ખૂશીનો પાર નથી રહ્યો. આ પળ તેણી માટે સપનું પૂરા થવાથી પણ વધારે કિમતી કહી શકાય.

જોનલ લેવલ સુધી રમી ચૂકેલી નગમાં માટે આ સફર ખૂબજ કઠીન હતી. નગમાના પિતા રિક્ષા ચલાવે છે અને ઘરની પરિસ્થિતિ પણ સારી નથી, પરંતુ નગમાને પોતાનું સપનું સાકાર કરવા માટે ઘરવાળા તરફથી ખૂબજ મદદ કરવામાં આવે છે. નગમાના પિતા રહમાન શરીફને જ્યારે પોતાની દીકરીનું ક્રિકેટ પ્રત્યેનું જનૂન ખબર પડી ત્યારે તેમણે નગમાને પૈસાની ચિંતા કર્યા વગર જ કર્નાટક ઇન્સ્ટિટ્યૂટ ઑફ ક્રિકેટમાં ભરતી કરાવા દીધી હતી.

બસ પછી નગમાએ પાછળ ફરીને જોવાનું બંધ કરી દીધું, આ ઇન્સ્ટિટ્યૂટમાં નગમાને કોચ તરીકે ઇરફાન સૈત મળ્યા. ઇરફાન સૈત નગમાની ઝડપી બોલિંગને લઇને એટલા પ્રભાવિત થઇ ગયા કે તેમણે નગમાની સાથે-સાથે તેના બે ભાઇઓને પણ મફત કોચિંગ આપવાનું શરૂ કરી દીધું છે.

જ્યારે નગમા વિશે ઇરફાનનું કહેવું છે કે નગમા ખૂબજ મહેનત કરે છે અને ટ્રેનિંગનો એકપણ દિવસ મિસ કરતી નથી. ઇરફાન નગમાને આગામી સ્ટેટ મેચમાં રમાડવા ઇચ્છે છે. નગમા સાથે જોડાયેલા કિસ્સાઓમાંથી એક વાત શેર કરતા ઇરફાને જણાવ્યું હતું કે અંડર-16 ટીમમાં સિલેક્ટ થવા પહેલા નગમાં ઇંગ્લેન્ડ સામે એક મેચ રમી હતી, ત્યારે ઇંગ્લેન્ડના ખેલાડી નગમાની બોલિંગ જોઇને દંગ રહી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.