નવી નવેલી પરી જેવી કાર જોવા ઓટો એક્સ્પોનો આરંભ - Sandesh
  • Home
  • Technology
  • નવી નવેલી પરી જેવી કાર જોવા ઓટો એક્સ્પોનો આરંભ

નવી નવેલી પરી જેવી કાર જોવા ઓટો એક્સ્પોનો આરંભ

 | 10:01 am IST

ઓટો એકસ્પો 2018નો આરંભ થઈ ગયો છે. અગ્રણી અને જાણીતી ઓટોમોબાઈલ કંપનીઓએ મીડિયા સમક્ષ તેમની નવી નવી કારની રજૂઆત કરવાનો આરંભ કર્યો છે. આજે હોન્ડા ન્યૂ જેન અમેઝ કારની રજૂઆત કરનાર છે. જ્યારે મારુતિ સુઝુકીએ કન્સેપ્ટ ફયુચર એસ કાર રજૂ કરી છે. આ કાર ભારતમાં વર્ષના અંત સુધીમાં લોંચ થવાની શક્યતા છે. જો સામાન્ય લોકોને આ કાર્સ નિહાળવા માટે 9 ફેબ્રુઆરી સુધી રાહ જોવી પડશે.

ઓટો એક્સ્પોમાં 24 નવી કાર લોંચ થનાર છે. જ્યારે 100 કરતાં વધારે વાહનોની રજૂઆત થનાર છે. ઓટો એક્સપો 14 જાન્યુઆરી સુધી ચાલુ રહેનાર છે. ગ્રેટર નોઈડાના એક્સપો માર્ટમાં યોજાયેલા ઓટો એક્સ્પોમાં 300 કરતાં વધારો વાહનો જોવાનો લ્હાવો મળશે.જો કે હાઈબ્રિડ વાહન આકર્ષણ જમાવી રહ્યા છે.

એક્સ્પોમાં વિવિધ કંપનીઓ કાર ઉપરાંત એમયુવી, એસયુવી, વેન, ટુ વ્હીલર, થ્રી વ્હીલર, સ્પેશિયલ વ્હીકલ, કન્સેપ્ટ વ્હીકલ, ટ્રક, બસ, વિન્ટેજ કાર, સુપર કાર અને સુપર બાઈક વગેરેની  રજૂઆત કરનાર છે. તાતા મોટર્સ છ ઈલેક્ટ્રિક કારની રજૂઆત કરનાર છે.

બિઝનેસ અવરમાં ટિકિટની કિંમત રૂ. 750 રખાઈ છે અને પબ્લિક અવરમાં ટિકિટ રૂ. 350 છે. બિઝનેસ અવરનો સવારે 10થી એક વાગ્યા સુધી હશે. જ્યારે પબ્લીક અવર એક વાગ્યાથી છ વાગ્યા સુધી રહેશે. શનિવાર અને રવિવારે ટિકિટનો ભાવ રૂ. 475 રહેશે.