auto rickshaw with wifi hand washing system anand-mahindra-impresses
  • Home
  • Featured
  • મહારાષ્ટ્રની આ રિક્ષા Wi-Fi સહિત આ વસ્તુઓથી સજ્જ, કોરોના પણ તેનાથી દૂર ભાગે

મહારાષ્ટ્રની આ રિક્ષા Wi-Fi સહિત આ વસ્તુઓથી સજ્જ, કોરોના પણ તેનાથી દૂર ભાગે

 | 2:56 pm IST

સોશિયલ મીડિયા પર આનંદ મહિન્દ્રા દ્રારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો એક ઓટો રિક્ષાનો છે. જેમા વાઇફાઇ, હેન્ડ વોશ બેસિન, સેનિટાઇઝર અને કૂંડાની સાથે ભીના તેમજ સૂકા કચરાના અલગ-અલગ ડસ્ટબિન પણ રાખવામાં આવ્યા છે. તેના માટે આનંદ મહિન્દ્રાએ લખ્યું છે કે કોવિડ-19એ સ્વચ્છ ભારતને પ્રોત્સાહન આપ્યું છે. જણાવી દઇએ કે મહારાષ્ટ્રમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 2 લાખ 31 હજાર થઇ ચુકી છે. એવામાં સોશિયલ ડિસ્ટેંસિંગ, માસ્ક , સાફ-સફાઇ અને હાથને વારંવાર ધોઇને તેની ચપેટમાં આવતા બચી શકાય છે.

આ વીડિયો આનંદ મહિન્દ્રાએ શેર કર્યો છે. લોકો રિક્ષા વાળાના ખૂબ વખાણ કરી રહ્યા છે. જણાવી દઇએ કે રિક્ષાના એક બોર્ડ પર લખ્યું છે કે આ મુંબઇનો પહેલી હોમ સિસ્ટમ ઓટોરિક્ષા છે. જે સારી સેવા આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન