Auto riksha driver Abuse the Woman At Ahmedabad
  • Home
  • Ahmedabad
  • રાત્રે રિક્ષાચાલક ઘરમાં ઘૂસીને પરિણીતાની બાજુમાં સૂઈ જઈ કર્યું ન કરવાનું કામ

રાત્રે રિક્ષાચાલક ઘરમાં ઘૂસીને પરિણીતાની બાજુમાં સૂઈ જઈ કર્યું ન કરવાનું કામ

 | 7:46 pm IST

દોઢ વર્ષના બિમાર પુત્રને રવિવારે સવારે શાહપુર બોખારાની પોળ પાસે દવાખાને ગઈ હતી. પરિચિતની રિક્ષામાં લઈ જવાનું પરિણીતાને ભારે પડયું હતું. દવાખાનામાં પરિણીતાની છાતી પર હાથ ફેરવી આરોપીએ તું બહુ દૂબળી થઈ ગઈ છે. તેમ કહેતાં પરિણીતાએ વિરોધ કર્યો હતો. સવારે ખરાબ હરકત કરનાર શખ્સ રાત્રે રિક્ષાચાલક ઘરમાં ઘૂસીને પરિણીતાની બાજુમાં સૂઈ જઈ અડપલા કર્યા હતા. માધવપુરા પોલીસે આ અંગે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

શાહપુર દરવાજા બહાર રહેતી 20 વર્ષીય પરિણીતા ચાંદની (નામ બદલ્યું છે)એ આરોપી અર્જૂન ઠાકોર વિરૂદ્ધ માધવપુરા પોલીસ સ્ટેશનમાં સોમવારે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ તે દોઢ વર્ષના પુત્રને તાવ આવતો હોવાથી રવિવારે સવારે 9.30 વાગ્યે દવાખાને લઈ જવા માટે અર્જૂન ઠાકોરની રિક્ષામાં બેસીને શાહપુર બોખારાની પોળ પાસે દવાખાને ગઈ હતી.ડોક્ટર હાજર ન હોવાથી ચાંદનીએ રિક્ષાચાલકને ત્યાંથી નીકળી જવા માટે જણાવ્યું હતું.અર્જૂન તેમ છતાં પણ ચાંદનીની પાછળ દવાખાનામાં જઈ તેની છાતી પર હાથ ફેરવવા લાગ્યો હતો. ચાંદનીએ વિરોધ કરતાં તે ભાડુ લીધા વગર નીકળી ગયો હતો.

રાત્રે અર્જૂને રાત્રે ઘરમાં ઘુસી બાજુમાં સૂઈ જઈને અડપલા કરતાં ચાંદની જાગી જતાં આરોપી ભાગી ગયો હતો. આ બાબતે ચાંદનીએ પતિને જાણ કરતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

આ પણ જુઓ: રાજકોટના ગોંડલમાં ધોધમાર વરસાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન