ઓટો કંપનીઓનો સેલ્સ ગ્રોથ ફુલ સ્પીડમાં, નિકાસ મોરચે પીછેહઠ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • ઓટો કંપનીઓનો સેલ્સ ગ્રોથ ફુલ સ્પીડમાં, નિકાસ મોરચે પીછેહઠ

ઓટો કંપનીઓનો સેલ્સ ગ્રોથ ફુલ સ્પીડમાં, નિકાસ મોરચે પીછેહઠ

 | 1:24 am IST
  • Share

અમદાવાદ, તા.૧

માર્ચ મહિનામાં ઓટો કંપનીઓનું વેચાણ ઘણું જ પ્રોત્સાહક રહ્યું છે. તમામ પેસેન્જર, યુટિલિટીઝ અને ટુ- વિહિકલ કંપનીઓના કુલ વેચાણમાં પોઝિટિવ ગ્રોથ જોવા મળ્યું છે. જેમાં માર્ચમાં તાતા મોટર્સનું કુલ વેચાણ ૮ ટકાની વૃદ્ધિમાં ૫૭૧૪૫ નંગ રહ્યું છે. ડોમેસ્ટિક સેલ્સ ૧૦ ટકા વધીને ૫૧૩૦૯ નંગ જ્યારે નિકાસ ૮ ટકા ઘટીને ૬૮૩૬ નંગ નોંધાઇ છે. આ સાથે નાણાકીય વર્ષ ૨૦૧૭માં કંપનીનું કુલ વેચાણ ૬ ટકા વધીને ૫.૪૨ લાખ નંગ થયું છે. જ્યારે પાછલા વર્ષે કંપનીએ કુલ ૫.૧૧ લાખ નંગ વાહનો વેચ્યાં હતા.

તો તેની હરિફ કંપની મારુતિ સુઝુકીનું માર્ચમાં કુલ વેચાણ ૮.૧ ટકાની વૃદ્ધિમાં ૧.૩૯ લાખ નંગ થયું છે. જેમાં ઘરઆંગણે કુલ વેચાણ ૭.૭ ટકાના ગ્રોથમાં ૧.૨૭ લાખ નંગ અને નિકાસ ૧૨.૬ ટકા વધીને ૧૧૭૬૪ નંગ નોંધાયું છે. આ સાથે નાણાકીય વર્ષ ૨૦૧૭માં કંપનીનું વેચાણ ૯.૮ ટકા વધીને ૧૫,૬૮,૬૦૩ નંગ થયું છે. જે કંપનીનું અત્યાર સુધીની સૌથી સારું વાર્ષિક વેચાણ ગણાય છે.

તો અન્ય પેસેન્જર કાર કંપની હ્યુન્ડાઇ મોટર્સનું વેચાણ ૮ ટકા, ફોર્ડ ઇન્ડિયાનું ૧૭.૪ ટકા અને નિસાન મોટર્સનું વેચાણ ૨૧ ટકા વધ્યું છે. રેનોલ્ટનું વેચાણ બે ટકા જેટલું ઘટીને ૧૨૧૮૮ નંગ થયું છે. રોયલ એન્ફિલ્ડનું વેચાણ ૧૭ ટકા વધીને ૬૦૧૧૩ નંગ અને યામાહા મોટર્સનું સેલ્સ ૨૭ ટકાના જમ્પમાં ૭૬૧૪૪ નંગ નોંધાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન