Auto Sector facing Recession, 10 lakhs People may Unemployed
  • Home
  • Business
  • Auto સેક્ટરમાં મંદીનો માર, 10 લાખ નોકરીઓ પર લટકતી તલવાર

Auto સેક્ટરમાં મંદીનો માર, 10 લાખ નોકરીઓ પર લટકતી તલવાર

 | 5:37 pm IST

દેશમાં હાલ કેટલાક ઓદ્યોગિક સેક્ટરની હાલત ખસતા છે. જેના કારણે ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક સમયથી મોટાભાગે મંદીનો માર જોવા મળી રહી છે. આ સેક્ટરમાં સૌથી વધુ ઓટો સેક્ટરની સ્થિતિ ગંભીર છે. લાંબા સમયથી આ સેક્ટરમાં મંદી છવાઈ છે. જેના કારણે હજારો લોકોની નોકરી જતી રહી છે. જ્યારે હવે સેક્ટરના લાખો લોકોની નોકરી જોખમમાં છે.

મીડિયા રિપોર્ટ મુજબ ઓટો સેક્ટરમાં સતત મંદીને પગલે હજારો લોકો તેમની નોકરી ગુમાવી બેઠા છે. જોકે અત્યાર સુધી આ સેક્ટરમાં મોટા પાયે શોર્ટિંગ કરવામાં આવ્યું નથી. પરંતુ નોકરીઓમાં કાપ મૂકવામાં આવશે એવી મજબૂત સંભાવના છે. નિષ્ણાતો મુજબ જો આ સેક્ટરમાં જલ્દી કોઈ સુધારા ન થયા તો આગામી અમુક દિવસોમાં લગભગ 10 લાખ લોકો બેરોજગાર થાય એવી શક્યતા છે.

સૂત્રો મુજબ છેલ્લા કેટલાક સમયથી ઓટો સેક્ટરમાં માગમાં જબરદસ્ત ઘટાડો થયો છે. જેના કારણે કેટલીક કંપનીઓએ પ્રોડક્શન રોકી દીધું છે અથવા ઓછું કરી દીધું છે. ઉપરાંત કેટલીક કંપનીઓમાં તો એવી પરિસ્થિતિ છે કે કર્મચારીઓને સેલેરી આપવી પણ મોંઘી પડી રહી છે. રિપોર્ટ મુજબ દેશમાં લગભગ 300 ડિલરશીપ બંધ થઈ ચૂકી છે. એવી પરિસ્થિતિઓમાં ટ્રેન્ડ સ્ટાફને બાકાત રાખીએ તો હેલ્પર લેવલે નોકરીઓમાં કાપ મૂકવામાં આવી શકે છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે ઓટો સેક્ટરમાં ઉત્પાદનમાં અંદાજે 15-20 ટકાનો ઘટાડો થયો છે અને ડિમાન્ડ સતત ઘટી રહી છે. તેથી જો એવી જ પરિસ્થિતિઓ રહી તો આગામી દિવસોમાં લગભગ 10 લાખ નોકરીઓ જવાની સંભાવના છે. દેશની GDPમાં ઓટોમોટિવ કંપોનેંટ ઉદ્યોગનો 2.3 ટકા યોગદાન છે. જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો 2.5 ટકા યોગદાન છે. જેમાં લગભગ 50 લાખ લોકોને રોજગાર મળે છે.

આ વીડિયો પણ જુઓ: માતાએ દીકરાને એક કિડની આપીને દીકરાની જિંદગી બચાવી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન