automobiles/auto-news/jeep-showcased-its-longest-suv-at-motorshow
  • Home
  • Photo Gallery
  • JEEPની નવી લાંબી SUV ગ્લેડીયેટર, 2019માં માર્કેટમાં મચાવશે તરખાટ

JEEPની નવી લાંબી SUV ગ્લેડીયેટર, 2019માં માર્કેટમાં મચાવશે તરખાટ

 | 8:47 pm IST

USAમાં ચાલી રહેલા લોસ એન્જલિસ મોટર શોમાં ઘણી કંપનીઓ તેમની લકઝરી અને પાવરફૂલ કારોને પ્રદર્શીત કરી રહી છે. અહીં દમદાર કાર બનાવવા માટે જાણીતી જીપે તેમની અત્યાર સુધીની સૌથી લેટેસ્ટ અને લાંબી SUV ગ્લેડીટેરને પ્રદર્શીત કરી છે જેને 2019 સુધીમાં માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે.  

ઓલ ન્યૂ SUV જીપ ગ્લેડીયેટરને 5,181mm લાંબી ફ્રેમ પર ડિઝાઇન કરવામાં આવી છે જેમાં 3,840mmનો વ્હીલબેઝ છે. આ ખુબીઓના કારણે જીપ ગ્લેડિયેટર કંપની અત્યાર સુધઈની સૌથી લાંબી SUV બની ગઇ છે. 

નવી જીપ ગ્લેડિયેટરને 4 વેરીયંટમાં રજુ કરવામાં આવશે. સ્પોર્ટસ, સ્પોર્ટસ-એસ, ઓવરલેંડ અને રૂબિકન. જેમાંથી રૂબિકન સૌથી વધુ રોડ ફોકસ્ડ વ્હીકલ હશે. તેમાં 11.1 ઇંચ ગ્રાઉન્ડ ક્લીયરન્સ છે જેના કારણએ તે 30 ઇંચ સુધીના પાણીમાં આરામથી ચાલી શકશે.