Average salary of an Indian IT technician in the US is dollar 96,300
  • Home
  • Featured
  • USમાં ભારતીય IT ટેક્નોક્રેટનો સરેરાશ પગાર 96,300 ડોલર

USમાં ભારતીય IT ટેક્નોક્રેટનો સરેરાશ પગાર 96,300 ડોલર

 | 7:00 am IST

। મુંબઈ ।

અમેરિકામાં જુદીજુદી કંપનીઓનાં પ્રોજેક્ટમાં કામ કરતા ભારતીય આઈટી પ્રોફેશનલ્સને કેટલાક લોકો સસ્તા કર્મચારીઓની ફોજ તરીકે મૂલવી રહ્યા છે. ભારતનાં આ આઈટી કર્મચારીઓને આપવામાં આવતા H-૧B વિઝા ખાસ કરીને ટ્રમ્પનાં શાસનમાં ત્યાંની ઈમિગ્રેશન નીતિને પ્રભાવિત કરે છે. યુએસ પ્રમુખ આ મહિનાનાં અંતમાં જ્યારે ભારત આવી રહ્યા છે ત્યારે આઈટી ઉદ્યોગનાં સંગઠન નાસ્કોમ આ માન્યતાને ખોટી પાડી રહ્યું છે. તેણે દાવો કર્યો કે ભારતની આઈટી કંપનીઓએ ૨૦૧૮માં તેનાં અમેરિકામાં કામ કરતા કર્મચારીઓને વાર્ષિક સરેરાશ ૯૬,૩૦૦ ડોલરનું વેતન ચૂકવ્યું છે જે અમેરિકાનાં આઈટી પ્રોફેશનલ્સને આપવામાં સરેરાશ વેતન ૯૪,૮૦૦ ડોલર કરતા વધારે છે. આ આંકડાઓ અમેરિકાની રિસર્ચ કંપની IHS માર્કિટ રિસર્ચે આપેલા છે.

ભારતની આઈટી કંપનીઓ દ્વારા અમેરિકામાં સીધું કે આડકતરકુંં ૫ લાખ નોકરીઓનું સર્જન કરવામાં આવ્યું

ભારતની આઈટી કંપનીઓએ ૨૦૧૮માં અમેરિકામાં આશરે ૧.૮ લાખ લોકોને રોજગારી આપી હતી અને અમેરિકાની ઈકોનોમીમાં વધારાની ૩.૪ લાખ જોબનું સર્જન કર્યું હતું. આમ અમેરિકામાં સીધી કે આડકતરી રીતે ૫ લાખ નોકરીઓનું સર્જન કરવામાં આવ્યું હતું. IHS માર્કિટ રિસર્ચે જણાવ્યું હતું કે ભારતીય આઈટી કંપનીઓ દ્વારા ૨૦૧૬થી ૨૦૧૮ સુધીમાં સરેરાશ ર્વાિષક ૩.૮ ટકાનાં દરે નોકરીઓનાં સર્જનનો ગ્રોથ રેટ વધ્યો હતો.

વિઝા અંગે પણ ખોટી માન્યતાઓ
નાસ્કોમે કહ્યું કે અમેરિકામાં જોબ માટે ભારતની આઈટી કંપનીઓ દ્વારા મેળવવામાં આવતા વિઝા અંગે પણ ખોટી માન્યતાઓ ફેલાઈ છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ભારતીયોને સૌથી વધુ વિઝા આપવામાં આવે છે પણ વિઝાનો મોટો હિસ્સો ભારતમાંથી કામ કરતી મલ્ટીનેશનલ કંપનીઓને ફાળે જતો હોય છે. ભારતની ટેકનોલોજી કંપનીઓને મોટા જથ્થામાં વિઝા મળતા હોતા નથી.

ભારતની ટોચની સાત કંપનીઓને ફક્ત ૨,૨૦૦ નવા H-૧B વિઝા

ભારતની સાત ટોચની કંપનીઓને નાણાકીય વર્ષ ૨૦૧૮માં ફક્ત ૨૨૦૦ નવા H-૧B વિઝા આપવામાં આવ્યા છે. જે ૨.૬ ટકા ઓછા છે. ગયા વર્ષે એપ્રિલમાં અમેરિકામાં ૭.૫ મિલિયન STEM લોકોની ઘટ હતી. અમેરિકાનો ટેકનોલોજી ઉદ્યોગ માને છે કે ઈમિગ્રેશનને વધુ વિઝા આપવાથી જ આ ઘટ પૂરી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન