Aviation Minister Hardeep Singh Puri say about Jet Airways
  • Home
  • Business
  • બંધ થવાને આરે પહોંચી જેટ એરવેઝ માટે સારા સમાચાર, સરકારે આપ્યા આ સંકેત

બંધ થવાને આરે પહોંચી જેટ એરવેઝ માટે સારા સમાચાર, સરકારે આપ્યા આ સંકેત

 | 11:52 pm IST

જેટ એરવેઝને પુનર્જીવિત કરવાના લગભગ બધા માર્ગ બંધ થતા દેખાઈ રહ્યા છે. પરંતુ તાજેતરમાં એક સારા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ ઉડ્ડયન પ્રધાન હરદીપ સિંહ પુરીએ શુક્રવારે વિશ્વાસ દાખવ્યો છે કે બંધ થઈ રહેલી એરલાઇન કંપનીઓને ફરી શરૂ કરવાનો ઉકેલ જલ્દી શોધવામાં આવશે.

રિપોર્ટ પ્રમાણે પુરીએ કહ્યું કે,‘અમને પૂર્ણ વિશ્વાસ છે કે અમે બંધ પડેલી એરલાઇન્સની સમસ્યાઓનો જલ્દી ઉકેલ લાવીશું.’ નોંધનીય છે કે આ નિવેદન એરલાઇન કંપનીના કર્મચારીઓના એક વર્ગને ઉડ્ડયન પ્રધાન દ્વારા બંધ થઈ રહેલી કંપનીઓને ફરી શરૂ કરવાની ખાતરીના દાવાના એક દિવસ બાદ સામે આવ્યું. આપને જણાવી દઈએ કે જેટ એરવેઝે ભંડોળના અભાવના કારણે 17 એપ્રિલથી તેની તમામ કામગીરી બંધ કરી દીધી છે.

કંપની પાસે 119 વિમાન હતા. જેમાં લગભગ 90 વિમાન બીજી કંપનીને લીઝ પર આવ્યા છે. એક સમય દેશની પ્રમુખ એરલાઇન કંપની જેટ એરવેઝ હવે બંધ થવાને આરે પહોંચી ગઈ છે. કારણ કે કંપનીના શેરધારક એતિહાદ અથવા કોઈ નવા રોકાણકારે કંપનીને ભંડોળ આપ્યું નથી. જોકે કંપનીના કર્મચારીઓને અપેક્ષા છે કે સરકાર જેટ એરવેઝને ફરી શરૂ કરવા જલ્દી કોઈ યોગ્ય ઉકેલ શોધશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન