કિમને ટ્રમ્પ પર વિશ્વાસ ન હતો! દસ્તાવેજો પર સહી કરતા પહેલા કર્યું આવું - Sandesh
  • Home
  • Featured
  • કિમને ટ્રમ્પ પર વિશ્વાસ ન હતો! દસ્તાવેજો પર સહી કરતા પહેલા કર્યું આવું

કિમને ટ્રમ્પ પર વિશ્વાસ ન હતો! દસ્તાવેજો પર સહી કરતા પહેલા કર્યું આવું

 | 12:37 pm IST

એક સમયે એકબીજાને દીઠ્યાં પણ પસંદ ન કરનારા દુનિયાના બે રાષ્ટ્રાધ્યક્ષોના માત્ર એક જ મુલાકાત બાદ એ હદે હ્યદય પરિવર્તન થઈ ગયાં જે જોઈ આખી દુનિયા હેરાન છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયાના નેતા કિમ જોંગ ઉનની મુલાકાતને ઐતિહાસિક કરાર આપવામાં આવ્યો છે. જોકે આ મુલાકાત દરમિયાન કેટલી ક્ષણો એવી પણ આવી હતી જેનાથી માલુમ પડે છે કે બંને નેતાઓ એકબીજાના વ્યવહારને લઈને શંકાશીલ તો હતાં જ.

આ મુલાકાતમાં સૌથી મહત્વપૂર્ણ વાત એ રહી કે બંને નેતાઓ દ્વારા બંને દેશોના સંબંધોને વધારે સારા બનાવવા માટે એક સમજુતી પર સહી કરવાની હતી. જોકે આ દરમિયાન એક ઘટના એવી પણ ઘટી જેનાથી સ્પષ્ટ થાય છે કે, આ મુલાકાત દરમિયાન ઉત્તર કોરિયાન શાસાક કિમ જોંગ ઉને ભારે ફૂંકી ફૂંકીને પગલા ભર્યા.

જ્યારે સમજુતી પર હસ્તાક્ષર કરવાનો સમય આવ્યો ત્યારે બંને નેતાઓ સમક્ષ શાર્પી પેન રાખવામાં આવી. અમેરિકા તરફથી રાખવામાં આવેલી આ પેનને સૌથી પહેલા કિમના એક સિક્યોરિટી ગાર્ડે આવીને સારી રીતે તેને સાફ કરી. આમ છતાં કિમને વિશ્વાસ ના બેઠો અને તેમણે સમજુતી પર હસ્તાક્ષર કરવા માટે આ પેનને હાથ સુદ્ધા ના લગાડ્યો. કિમની બહેને આવીને તેને એક અલગ પેન આપી જેના દ્વારા કિમે દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા. કિમની બહેન જ તેમની સુરક્ષાની જવાબદારી સંભાળે છે.

આમ પેન સાફ કરવા છતાંયે તેનો ઉપયોગ ના કરવા પાછળ અનેક થિયરી સામે આવી રહી છે. ડેલી મેલ અનુંસાર કિમને આમ કરવાથી તેમનો ડીએનએ જાહેર થઈ જવાનો ડર હતો, કે પછી તેમને જર્મોફોબિયા કે પછી પેનમાં ઝેર હોવાનો ડર હતો.

આ પેન દસ્તાવેજો સાથે બંને દેશના નેતાઓ સામે અમેરિકા તરફથી મુકવામાં આવી હતી.