Facts about Chaturmas which no one knows and its importance
  • Home
  • Astrology
  • ચાતુર્માસ દરમિયાન આ કાર્યોને ટાળજો, શાસ્ત્રોમાં કર્યો છે ઉલ્લેખ

ચાતુર્માસ દરમિયાન આ કાર્યોને ટાળજો, શાસ્ત્રોમાં કર્યો છે ઉલ્લેખ

 | 4:06 pm IST

હિન્દુ અને જૈન ધર્મમાં ચાતુર્માસનું અનેરું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. અષાઢ સુદ અગિયારસના દિવસે શરૂ થતા ચાતુર્માસ કારતક સુદ અગિયારસના રોજ પૂર્ણ થાય છે. શાસ્ત્રો અનુસાર અષાઢ સુદ અગિયારસે ભગવાન શયન કરતા હોવાથી તેને શયની અગિયારસ અથવા દેવપોઢી અગિયારસ પણ કહેવામાં આવે છે જ્યારે કારતક સુદ અગિયારસે ભગવાન જાગતા હોવાથી તેને દેવઉઠી અગિયારસ કહેવામાં આવે છે.

આ ચાર મહિના દરમિયાન ભગવાન પોઢી જતા હોવાથી ખાસ કરીને કોઈ માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. ચાતુર્માસમાં કર્મયોગીઓ તેમનું કૌશલ્ય વિકસાવીને, ધાર્મિક લોકો વ્રત અને પૂજાપાઠ કરી જ્યારે યોગીઓ સાધના કરીને પોતાના જીવનને ઉન્નતિ અને કલ્યાણના માર્ગે દોરી જાય છે.

ચાતુર્માસમાં આ કાર્ય ન કરવું

ચાતુર્માસમાં પેટ ભરીને ખાવુ ન જોઈએ આયુર્વેદની દૃષ્ટીએ પણ ઉપવાસ માટે આ સમયને સૌથી ઉત્તમ ગણાવાયો છે કારણ કે, શ્રાવણ મહિનમાં લીલાપાંદડા વાળા શાકભાજીમાં જંતુઓની શક્યતા ખૂબ વધુ હોવાથી કઠોળ ખાવાનું કહેવાયું છે. આજ કારણે ચાતુર્માસમાં બને તેટલા લીલા શાકભાજીને ખાવા ન જોઇએ.

ભાદરવામાં વરસાદ બાદ અચાનક વધેલી ગરમીમાં જો દહીં ખાવામા આવે તો પિત્ત અથવા અમ્લની સમસ્યા થઈ શકે તેમ હોવાથી દહીં આરોગવાનું વર્જિત માનવામાં આવે છે. આ ઉપરાંત આસો મહિનામાં દૂધ પીવાથી પાણીજન્ય રોગોની સમસ્યા અને કારતકમાં દાળ ખાવાથી અપચાની સમસ્યા થઈ શકે તેમ હોવાથી ઉપરોક્ત આહાર ન લેવાનું કહેવાયું છે. આદર્શ રીતે, ભૌતિક જરૂરિયાતો અને આધ્યાત્મિક્તા વચ્ચે સંતુલન હોવું જરૂરી છે.

ચાતુર્માસ દરમિયાન જ શ્રાવણ મહિનામાં વિવિધ તહેવારોમાં ઉપવાસ ઉપરાંત ભાદરવામાં પિતૃ તર્પણ અને આસોમાં નવરાત્રિની પૂજા-અર્ચના- અનુષ્ઠાન તેમજ ઉપવાસ દ્વારા ધાર્મિક અને આધ્યાત્મિક સંતુલન જાળવવા ઉપરાંત શારીરિક કલ્યાણની દિશા આપણા શાસ્ત્રોમાં બતાવવામાં આવી છે.

આમ શાસ્ત્રોક્ત રીતે આ તમામ કાર્યો કરવા જોઈએ નહી જેનાથી આપણને આપણા શરીરને નુકસાન થાય. આપણો ધર્મ પણ આપણને એ જ શીખવે છે કે આપણે કેવી રીતે જીવનને ઉત્તમ બનાવી જીવી શકીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન