avoid this things, which effects on your sex life
  • Home
  • Featured
  • આવુ કરવાથી ‘કામેચ્છા’ની બધી જ ઈચ્છાઓ મરી જશે

આવુ કરવાથી ‘કામેચ્છા’ની બધી જ ઈચ્છાઓ મરી જશે

 | 7:21 pm IST

આપણે બધા જ જાણીએ છીએ કે, સેક્સને કારણે જીવનમાં જોશ અને ઉત્તેજના બની રહે છે. પરંતુ આપણી કેટલીક આદતો એવી હોય છે, જેનાથી તમારા પાર્ટનરની સેક્સ સાથે જોડાયેલી ઉત્તેજનાઓ ઓછી થઈ શકે છે. જેની સીધી અસર સંબંધો પર પડી શકે છે અને તમારું જીવન હચમચી શકે છે.

નસકોરા બોલાવવા
જો તમે પાર્ટનર સાથે બેડ શેર કરી રહ્યા છો, તો તમારે અનેક વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે. આવામાં જો બંનેમાંથી કોઈ એકને નસકોરા બોલાવવાની આદત હશે, તો પાર્ટનર પરેશાન થઈને બીજા રૂમમાં જઈ શકે છે. આ સાથે જ નજીક આવzની બધી જ પેશન ખત્મ થઈ જશે.

પર્સનલ હાઈજિન
પર્સનલ હાઈજિન દરેક માટે બહુ જ જરૂરી છે. તેમ છતાં અનેક લોકો પોતાના શરીર પર સાફ-સફાઈનું ધ્યાન રાખતા નથી. જેને કારણે તેમના શરીરમાંથી વાસ આવવા લાગે છે. આ આદતથી પાર્ટનરની ઉત્તેજના સાવ ઘટી શકે છે.

જરૂરથી વધુ કામ કરવું
જો તમે ઓફિસમાં જરૂરથી વધુ કામ કરો છો, અથવા તો ઓફિસના કામને ઘરે લઈ આવો છો તો તેનાથી તમારી સેક્સ લાઈફ અસર કરી શકે છે. જેને કારણે પાર્ટનરની કામેચ્છા ઓછી થઈ જશે.

આલ્કોહોલનું વધુ સેવન
અનેકવાર લોકો હદથી વધુ દારૂ પી લે છે, જેને કારણે હેલ્થ પર અસર પડે છે. અને તેની સીધી અસર સેક્સ લાઈફ પર પડશે.

સોશિયલ મીડિયા એડિક્શન
હાલ લોકો મોટાભાગનો સમય સોશિયલ મીડિયા પર વિતાવે છે. તે કોઈ ખરાબ બાબત નથી, પણ જો તમે પાર્ટનરની સામે પણ સોશિયલ મીડિયા પર વધુ સમયે રહેતા હોવ તો તમારા સંબંધ પર ખરાબ અસર પડી શકે છે.

વધુ પડતો તણાવ
આજની લાઈફસ્ટાઈલ તણાવભરી હોય છે. આવામાં કેટલાક લોકો પ્રોફેશનલ ફિલ્ડનું ટેન્શન પણ ઘરે લઈ આવે છે. આખો દિવસ સ્ટ્રેસમાં રહેશો, તો સેક્સલાઈફ પર અસર થશે.